Mukhya Samachar
National

સાઇરસ મિસ્ત્રીની કાર ચિપ ખોલશે અનેક રાઝ! ડેટા ચિપને એનાલિસિસ માટે જર્મની મોકલી

Cyrus Mistry's car chip will open many secrets! The data chip was sent to Germany for analysis

પાલગરમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર સાઇરસ મિસ્ત્રીના મોતનું રાઝ તેમની કારની ડેટા ચિપથી ખુલશે. પોલીસે આ મર્સિડીઝ બેંઝ એસયૂવી કારની આ ડેટા ચિપને એનાલિસિસ માટે જર્મની મોકલી દીધી છે. ઉલ્લેખનીય છે કે પાલઘરમાં થયેલા અકસ્માતમાં સાઇરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું મોત થયું હતું. તો ડોક્ટર અનાહિતા પંડોલે અને ડેરિયસ પંડોલે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આ દુર્ઘટના રવિવારે બપોરે સૂર્યા નદીના ઓવરબ્રિજ પર તે સમયે થયું હતું જ્યારે મિસ્ત્રી પોતાની એસયૂવીથી અમદાવાદથી મુંબઈ પરત ફરી રહ્યાં હતા.

Cyrus Mistry's car chip will open many secrets! The data chip was sent to Germany for analysis

કંપનીના અધિકારીઓએ કાઢી ચિપ

પાલઘર પોલીસ પ્રમાણે કાર નિર્માતા મર્સિડીઝ બેંચના અધિકારી સોમવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ અહીં ભુક્કો થઈ ગયેલી કારમાંથી ઇલેક્ટ્રોનિક ચિપ કાઢી હતી. પાલઘરના એસપી બાલાસાહેબ પાટિલે જણાવ્યું કે આ ચિપ વાહનનો બધો ડેટા રેકોર્ડ કરે છે. હવે આ ચિપને એનાલિસિસ માટે જર્મની મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે અમને તે વાતની આશા છે કે આ સપ્તાહના અંત સુધી તેનો રિપોર્ટ આવી જશે.

એસપીએ આપ્યો જવાબ

પાલઘરના એસપીએ જણાવ્યું કે અમારી પાસે કાર કંપનીના અધિકારીઓ માટે કેટલાક સવાલ હતા. અમે તેને સવાલ આપવા ઈચ્છતા હતા અને તેના સ્પેસિફિક જવાબ ઈચ્છતા હતા. પરંતુ અધિકારીઓએ કહ્યું કે તેની પાસે આ પ્રકારના એનાલિસિસ માટે ડિફોલ્ટ પેરામીટર્સ છે. આ એનાલિસિસ બાદ ન માત્ર તે સવાલોના જવાબ પરંતુ તેનાથી વધુ જાણકારી સામે આવશે. ત્યારબાદ અમે નક્કી કર્યું કે આ એનાલિસિસ રિપોર્ટની રાહ જોવી જોઈએ. એસપી પાટિલે જણાવ્યુ કે આ રિપોર્ટ આવ્યા બાદ અમને સારી રીતે તપાસ કરવામાં મદદ મળશે.

Related posts

ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન મોદીના જન્મદિવસની ગુજરાતમાં વિશેષ ઉજવણી

Mukhya Samachar

અરવિંદ કેજરીવાલને વિશ્વાસ પ્રસ્તાવ પર મળ્યો વિશ્વાસ મત!

Mukhya Samachar

પંજાબમાં રાજકીય ગરમાવો! પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં જોડાશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy