Mukhya Samachar
Fashion

સ્કિની જીન્સ પહેરવાથી બીમારીઓનો ખતરો!સ્કિની જિન્સ શરીર અને સ્વાસ્થ્ય માટે બન્યું હાનિકારક

Danger of Diseases from Wearing Skinny Jeans! Skinny Jeans Harmful to Body and Health
  • આજના સમયમાં સ્કિની જિન્સ ફેશન સિમ્બોલ બન્યું
  • સુંદર દેખાવાના ચક્કરમાં યુવતીઓ સ્કિની જિન્સ પહેરે છે
  • સ્કિની જિન્સ શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક

Danger of Diseases from Wearing Skinny Jeans! Skinny Jeans Harmful to Body and Health

સ્કિની જીન્સ  પહેરવાથી સ્માર્ટ લુક મળે છે પરંતુ હકીકત એ  છે કે આ આરોગ્ય માટે ખતરનાક પણ છે. તબીબોનુ માનીએ તો સુંદર દેખાવાના ચક્કરમાં યુવતીઓ ભૂલી જાય છે કે આ જીન્સ તેના શરીર અને સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હોઇ શકે છે. ટાઈટ કપડા પહેરવાથી સાંધાઓની હિલચાલમાં રૂકાવટ આવી જાય છે. જેનાથી સ્નાયુઓ કડક થઇ જાય છે અને રક્ત પરિભ્રમણમાં રૂકાવટ આવે છે. જેનાથી શરીરમાં દુ:ખાવો, સોઝો, ગાંઠ થવી અને નસો પર દબાણ થવાના કારણે વેરિકોજ વેન્સ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. સ્કિની અથવા લો વેસ્ટ ટાઈટ જીન્સ પહેરવાના કારણે કમરના સ્નાયુઓ પર દબાણ આવે છે. જેનાથી હિપ જોઈન્ટના સંચાલન પર અસર પડે છે.

Danger of Diseases from Wearing Skinny Jeans! Skinny Jeans Harmful to Body and Health

ફક્ત એટલું જ નહીં, તેના કારણે કમર અને કરોડરજ્જુ પર પણ પ્રભાવ પડે છે, જેનાથી કમરમાં દુ:ખાવો મહેસૂસ થવા લાગે છે.જે લોકો પોતાના શરીરને ઘણા લાંબા સમય સુધી ટાઈટ કપડામાં બાંધીને રાખે છે તેમને આ સમસ્યા થાય છે. આ એક એવી સમસ્યા હોય છે, જેમાં વ્યક્તિને પગની અંદરવાળી નસમાં ગાંઠ પડી શકે છે જે તમારા દિલથી લઇને પગના લોહી સુધી પહોંચે છે અને તેના કાર્યમાં દબાણ પડી જાય છે. જેનાથી લોહીના ભાવની ગતિ ધીમી પડી જાય છે. ખૂબ ફીટ કપડા પહેરવાથી યુરિનરી ટ્રેક્ટમાં સંક્રમણ થઇ શકે છે, જેનાથી બ્લેડર ઝડપથી કામ કરવા લાગે છે અને નબળી પડી જાય છે. ફક્ત એટલું જ નહીં, સ્પર્મની માત્રા ઘટવા લાગે છે અને ફંગલ ઈન્ફેક્શન પણ થાય છે.

 

Related posts

Brocade Outfits : ફક્ત બ્લાઉઝ અને કુર્તીઓમાં જ નહીં, તમે આ રીતે બ્રોકેડ ફેબ્રિકનો પણ કરી શકો છો ઉપયોગ

Mukhya Samachar

હાલ ખૂબ ટ્રેન્ડમાં છે ફ્લોરિંગ ક્લોથ્સ! જો તમારે પણ પહેરવા છે આ કાપડા તો આ રહી તેની ટિપ્સ

Mukhya Samachar

મહિલાઓ માટે આ 5 શૂઝ છે બેસ્ટ! લુકની સાથે આપે છે કંફર્ટની અનુભવ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy