Mukhya Samachar
National

5 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર પેટા ચૂંટણીની તારીખ જાહેર! 5 ડિસેમ્બરે થશે મતદાન

Date of by-election announced in 5 assembly and 1 Lok Sabha seats! Voting will be held on December 5

ચૂંટણી પંચ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત યૂપી, ઓડિશા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તમામ સીટો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ ઘોષિત થશે.

ઓડિશાની પદમપુર, રાજસ્થાનની ચુરુની સરદારશહર સીટ, બિહારની કુરહની, છત્તીસગઢની ભાનુપ્રતાપપુર અને ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા સીટ પર ચૂંટણી થશે, આ ઉપરાંત યૂપીની મૈનપુરી લોકસભા સીટ પર પણ મતદાન થશે. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનના કારણે આ સીટ ખાલી પડી છે અને તેના કારણે અહીં પણ પેટાચૂંટણી યોજાશે.

Date of by-election announced in 5 assembly and 1 Lok Sabha seats! Voting will be held on December 5

આ સીટો માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. ઉમેદવારોને નોમિનેશનની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. ઉમેવારી પત્રોની સ્ક્રૂટની 18 નવેમ્બરે કરવામાં આવશે, જ્યારે કેન્ડીડેંટ પોતાનું નામાંકન 21 નવેમ્બર સુધી પાછું ખેંચી શકશે.

ઓડિશા, બિહાર, રાજસ્થાન, યુપી અને છત્તીસગઢની આ સીટો પર એકસાથે 5 ડિસેમ્બરે વોટિંગ થશે. જ્યારે 8 ડિસેમ્બરે હિમાચલ અને ગુજરાત ચૂંટણી પરિણામ સાથે આ સીટો પર પણ મતગણતરી થશે.

Related posts

દેશભરમાં CBIની મોટી કાર્યવાહી! એકસાથે 105 સ્થળોએ દરોડા

Mukhya Samachar

પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ હોસ્પિટલમાં દાખલ; વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

Mukhya Samachar

કેન્સર બાદ હવે HIVનો પણ તોડ મળ્યો! વેક્સીનના માત્ર એક જ ડોઝથી બીમારી થશે ખતમ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy