Mukhya Samachar
Gujarat

શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે લેવાયો નિર્ણય! મંદિરના શિખરને 56 ફૂટ ઊંચે લઈ જવાશે

Decision taken for the development of Shaktipeeth Bahucharaji Temple! The spire of the temple will be taken to a height of 56 feet

ઉત્તર ગુજરાતમાં આવેલ શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરાયો છે. સાથે જ મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. તેમજ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે.

શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મંદિરની ઉંચાઈ વધારવા અંગે અંતિમ નિર્ણય લેવાયો છે. મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. આ સિવાય અન્ય મહત્વના નિર્ણયો પણ લેવાયા.

Decision taken for the development of Shaktipeeth Bahucharaji Temple! The spire of the temple will be taken to a height of 56 feet

  • મુખ્ય મંદિર પરિસર ભોજનશાળા યજ્ઞશાળા માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસરની આજુબાજુનો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.
  • ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે ટ્રસ્ટ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
  • મંદિર પરિસરમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે તેમજ આદ્યશક્તિ બહુચરાજી માતાજી સવાર અને સાંજની આરતી વેબસાઈટ દ્વારા ઓનલાઈન બતાવવામાં આવશે. જેથી દેશ તથા વિદેશમાં રહેતા મારી ભક્તોને દર્શનનો અને આરતીનો લાભ મળી શકે
  • મા શક્તિની પૂજા અર્ચનાનો નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી રંગે ચંગે માતાજીના પરિસરમાં ઉજવવામાં આવશે
  • વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેર અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે, દર્શનમાં પણ તેમને અગ્રીમતા આપવામાં આવશે
  • મંદિરની નજીક આવેલ બધેલીયા તળાવ નું બ્યુટીફિકેશન કરી ડેવલપ કરવામાં આવશે. તેમજ મંદિરની આસપાસના વિસ્તારમાં પણ સુધારા કરવામાં આવશે
  • મંદિરની ફરતે આવેલ કિલ્લાને દિવાલને નવેસરથી ઓપ આપીને હેરિટેજ લુક આપવામાં આવશે
  • યજ્ઞશાળા તથા મંદિર પરિસરમાં આવેલ નાના મોટા મંદિરોને પણ સુધારા વધારા કરી નવીનીકરણ કરવામાં આવશે
  • પ્રસાદ માટે અલગ અલગ કેટેગરી અને બોક્સની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ માતાજીના મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલી સાડી દાતા ભાવિક ભક્તોની પ્રસાદી સ્વરૂપે આપવા માટે અલગ પેકેજ કરવામાં આવશે

મંદિરના યજ્ઞશાળા તથા નવચંડી કરનાર બ્રાહ્મણોના માનદ વેતન દક્ષિણામાં પણ ઘણો મોટો વધારો કરવામાં આવશે

Related posts

તહેવારોમાં સાવચેત રહેજો! ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો કેસ નોંધાયો ગુજરાતમાં

Mukhya Samachar

Ahmedabad Flower Show :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે કરાયું ફ્લાવર શો નું ઉદ્ધાટન, નિહાળો ફૂલોથી બનેલા સ્કલ્પચરની અદ્ભુત તસવીરો

Mukhya Samachar

ગુજરાતમાાં પંચાયત સેવા સેવા પસંદગી મંડળ  દ્વારા વગગ- સ ાંવગગની ફિમેલ હેલ્થ વર્ગરની ભરતી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy