Mukhya Samachar
Sports

ઓળી જોળી પીપર પાન, આઈપીએલમાં અમદાવાદ ટીમનું પડ્યું નામ…

declare Ahmedabad team's name in ipl
  • આઈપીએલમાં અમદાવાદની ટીમનું નામકરણ
  • ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે ટીમ
  • ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કરાયો

IPL 2022માં લખનઉ પછી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કરી દીધું છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે. અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે.

Ahmedabad team's name
Ahmedabad team’s name in IPL declare

IPL 2022ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે, જેમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. બીસીસીઆઈએ કુલ 590 ખેલાડીને શોર્ટલિસ્ટ કર્યા છે, જેના પર બેંગલુરુમાં 2 દિવસ સુધી ચાલનારી હરાજી પ્રક્રિયામાં બોલી લગાવવામાં આવશે. આ વખતે લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમને આઈપીએલમાં સામેલ કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે નવી IPLની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. મળીએ જલદી…  IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ મળશે.

Ahmedabad team's name
Ahmedabad team’s name in IPL declare

IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. એવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટી બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જોકે BCCI આ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

Related posts

ત્રિકોણીય શ્રેણીમાં ભારતની વિજયી શરૂઆત, દક્ષિણ આફ્રિકાને 27 રને હરાવ્યું, દીપ્તિએ કરી કમાલ

Mukhya Samachar

શું આપ ક્રિકેટમાં આવતાં વિવિઘ ‘ડક’ વિશે જાણો છો? સમજો કેટલા પ્રકારના હોય છે ડક

Mukhya Samachar

ઓસ્ટ્રેલિયાએ તોડ્યો 10 વર્ષ જૂનો રેકોર્ડ, બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પહેલીવાર થયું આ કામ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy