Mukhya Samachar
Sports

RCB ના સ્ટાર પ્લેયર દિનેશ કાર્તિકને ટી20વર્લ્ડ કપમાં લેવાની ઉઠી માંગ

Demand for RCB star player Dinesh Karthik in T20 World Cup
  • કાર્તિકને ટીમમાં સામેલ કરવાની ઉઠી માંગ
  • ટીમ ઈન્ડિયાને સારા ફિનિશરની જરૂર
  • દિનેશ કાર્તિકને ટી20ની ટીમમાં સામેલ કરવાની માંગ કરી

Demand for RCB star player Dinesh Karthik in T20 World Cup

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આરસીબીની ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ માટે અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. કાર્તિક આરસીબીમાં એક ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર ફેન્સ કાર્તિકને ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે.

આઈપીએલ-2022માં દિનેશ કાર્તિક અનોખી લયમાં જોવા મળ્યો છે. તે શાનદાર રીતે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી આરસીબીને ઘણી મેચમાં જીત અપાવી છે. આજે સનરાઇઝર્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં દમદાર બેટિંગ કરતા કાર્તિકે માત્ર 8 બોલમાં અણનમ 30 રન ફટકાર્યા હતા, જેમાં ચાર છગ્ગા સામેલ હતા.

Demand for RCB star player Dinesh Karthik in T20 World Cup

દિનેશ કાર્તિક આઈપીએલમાં પોતાની છાપ છોડી રહ્યો છે. તેણે 11 મેચમાં 244 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદી પણ ફટકારી છે. કાર્તિક પોતાની ટીમને સતત સંકટમાંથી બહાર કાઢી રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર લોકો કાર્તિકનું સતત સમર્થન કરી રહ્યાં છે.

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ રમાવાનો છે. ટીમ ઈન્ડિયાને સારા ફિનિશરની જરૂર પણ છે. તેવામાં ક્રિકેટના જાણકારો અને ફેન્સ દિનેશ કાર્તિકને ટી20ની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. કાર્તિક 36 વર્ષનો થઈ ગયો છે. પરંતુ હાલના સમયમાં કાર્તિક જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે, તેવામાં પસંદગીકારો પણ તેને નજરઅંદાજ કરી શકે તેમ નથી.

Related posts

ક્રિકેટની દુનિયા પર રાજ કરશે શુભમન ગિલ, આ દિગ્ગજ ખેલાડીએ કરી મોટી ભવિષ્યવાણી

Mukhya Samachar

શાનદાર ઈનિંગ રમી રવિચંદ્રન અશ્વિને કહ્યું કઈક આવું

Mukhya Samachar

T20 વર્લ્ડ કપમાં રવીન્દ્ર જાડેજાની જગ્યા લેશે આ ગુજરાતી ખેલાડી? જાણો શું કહ્યું માંજરેકરે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy