Mukhya Samachar
Fashion

ચૂંટણી ના માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રો ની માંગ વધી

Demand for this specialty has grown significantly as a result of recent corporate scandals
  • ઈલકેશન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું
  • ઉનાળાની ગરમીમાં ખાદીના વેચાણમાં જબરદસ્ત ઉછાળો
  • 23મીએ ગુજરાતમાં યોજાનાર ચૂંટણી સુધી આ પ્રકારનાં જ માહોલની આશા

Demand for this specialty has grown significantly as a result of recent corporate scandals

લોકતંત્રનાં મહાપર્વ એવાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર યોજાઇ રહી છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે હાલમાં ઈલકેશન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું છે. ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધીમાં ખાદીનાં વેચાણમાં 25 ટકા જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે વર્ષમાં જ્યારે ખાદી પર મોટા પ્રમાણમાં વળતર મળતું હોય તેવા સંજોગોમાં સામાન્ય લોકો ખાદીનાં વસ્ત્રો અને ખાદીની ખરીદી કરતાં હોય છે. પરંતુ આ વખતે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીની અસર કહો કે, ઉનાળાની ગરમીની અસર આ બંને વચ્ચે ખાદીના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પ્રતિ દિવસ 30 હજારથી વધુની ખરીદી વડોદરા શહેરનાં રાવપુરા વિસ્તારમાં આવેલ ખાદી એમ્પોરિયમમાં જોવા મળી રહી છે. સવારથી ખાદીની વસ્તુઓની ખરીદી કરવા માટે રાજકીય પક્ષોનાં કાર્યકરો નેતાઓ સહિત સામાન્ય નાગરિકોની પડાપડી જોવાં મળે છે

Demand for this specialty has grown significantly as a result of recent corporate scandals

ચૂંટણીની મોસમમાં ખાદીની ખરીદીમાં જોવાં મળી રહેલાં ઉત્સાહ જોઇને ખાદીની ખરીદી કરનાર લોકોને યોગ્ય અને જરૂરી વળતર પણ આપવામાં આવી રહ્યું છે. ગ્રામ વિકાસ સંસ્થા દ્વારા સંચાલિત ખાદી એમ્પોરિયમ ખાતે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ખાદી ખરીદવા માટે આવી રહ્યાં છે.ચૂંટણી હોવાથી રાજકીય નેતાઓ અને કાર્યકરો ખાદીનાં ઝભ્ભા, લેંઘા તેમજ કોટી સહિતનાં વસ્ત્રો ખરીદી રહ્યાં છે. ખાદીની ખરીદીમાં આવેલાં ઉછાળાથી સંચાલકો પણ ખુશ છે. તેઓ 23મીએ ગુજરાતમાં યોજાનાર ચૂંટણી સુધી આ પ્રકારનાં જ માહોલની આશા રાખી રહ્યાં છે.આ વિશે ખાદી એમ્પોરિયમના મંત્રી ઓમકાર તિવારીએ કહ્યું કે, સામાન્ય રીતે મહાત્મા ગાંધીના જયંતીનાં સમયે કે પછી રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ખાદીની ખરીદીમાં ઉછાળો જોવા મળતો હોય છે. પરંતુ ચૂંટણીનાં માહોલ અને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પણ ખાદીનાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરી રહ્યાં છે.

Related posts

રશ્મિકા મંડન્નાના લેટેસ્ટ આઉટફિટને જોઈને ચાહકોને યાદ આવી બાર્બી ડોલ

Mukhya Samachar

પહેરો રાહત આપે એવા કપડાં અને રહો ઉનાળાની ગરમીમાં કુલ કુલ!

Mukhya Samachar

ઘરે જ સ્કાર્ફની મદદથી વાળને કર્લ કરી શકાય છે, જાણો સાચી રીત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy