Mukhya Samachar
National

અમૃતસરમાં “ધોળા દી”એ શિવસેનાના નેતાની કરાઇ હત્યા! ઘટનાને પગલે મચ્યો હડકંપ

"Dhola di" killed Shiv Sena leader in Amritsar! A commotion followed the incident

અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીને શુક્રવારના દિવસે ગોળી મારીને હત્યા કરવા આવી છે. ગોપાલ મંદિરની બહાર કચરામાંથી મળી ભગવાનની મૂર્તિઓ મળી આવવાના વિરોધમાં શિવસેના નેતા મંદિરની બહાર ધરણા પર બેઠા હતા અને એ દરમિયાન ભીડમાંથી કોઈએ તેને ગોળી મારી હતી. આ ઘટના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલ એમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું પણ હાલ મળતી જાણકારી અનુસાર એમનું મૃત્યુ થઈ ગયું છે. જણાવી દઈએ કે હાલ પોલીસે હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી શરૂ કરી દીધી છે અને એવુ જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સુધરી સુરી પર હુમલો કરવાની યોજના ઘડવામાં આવી હતી અને પોલીસે ગયા મહિને કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી.

"Dhola di" killed Shiv Sena leader in Amritsar! A commotion followed the incident

પંજાબમાં એસટીએફ અને અમૃતસર પોલીસે ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ જોઇન્ટ ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી અને ધરપકડ કરાયેલ ગેંગસ્ટરો રિંદા અને લિંડાના ગુર્ગ હતા, એમની સાથે પૂછપરછમાં સામે આવ્યું હતું કે ધરપકડ કરાયેલા ગેંગસ્ટર શિવસેનાના નેતા સુધીર સૂરી પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને આ માટે એમને રેકી પણ કરી હતી. તેઓ આ કામ પૂરું કરે તે પહેલા જ પોલીસ અને એસટીએફે ચારેયને પકડી લીધા હતા. આ ઉપરાંત આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે સૂરિ પર હુમલો દિવાળી પહેલા કરવાનો હતો પણ આ ગુંડાઓની ધરપકડથી પંજાબમાં મોટી ઘટના ટળી હતી.

 

Related posts

“અગ્નિપથ” : ગૃહ પ્રધાન ‘અમિત શાહે’ અગ્નિવીરોને ભાવિ લાભ વિશેનો વિડિઓ કર્યો શેર..જાણો કઈ જગ્યાએ અગ્નિવીરોને મળશે અનામત

Mukhya Samachar

CBIનો સપાટો! એક સાથે 6 મોટા અધિકારીઓની ધરપકડ; જાણો શું છે સમગ્ર મામલો

Mukhya Samachar

GSTને લઈને સુપ્રીમકોર્ટનો મોટો ચુકાદો! જાણો કોને અપાઈ રાહત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy