Mukhya Samachar
Tech

ઓનલાઈન ફ્રોડ અથવા તો બેંકિંગ ફ્રોડમા ડાયલ કરો બસ આ 1 નંબર, તરત મળશે મદદ

Dial online fraud or banking fraud just this 1 number, get immediate help

ભારતમાં ઓનલાઈન બેંકિંગ ની સેવા આવ્યા બાદ લોકો ફ્રોડના શિકાર પણ વધારે પ્રમાણમાં બની રહ્યા છે. એવા ફ્રોડને રોકવા માટે ગ્રાહકોનું જાગૃત હોવું જરૂરી છે. જાગૃત થયા બાદ પણ જો તમે દગાખોરીનો શિકાર બનો છો તો તમે એક કમ્પલેન નંબર પર કોલ કરીને તમારા રૂપિયા પરત લઈ શકો છો. એટલું જ નહીં તમે આ નંબર પર કોલ કરો છો એટલે તેનો અર્થ એ છે કે ચોરના વિરોધમાં તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

ઓનલાઈન દગાખોરી રોકવા માટે સરકાર પણ સતત પગલા લઈ રહી છે. આ કારણ છે કે થોડા સમય પહેલા 155260 હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે. આ હેલ્પલાઈન એક રીતે વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની જેમ કામ કરે છે. પણ યાદ રાખો કે આ નંબર પર કોલ કરતા પહેલા તમારી સાથે થયેલી દગાખોરીને સંબંધિત તમામ જાણકારી તમારી પાસે હોવી જોઈએ. આ પછી તમે એ નંબર પર કમ્પ્લેન રજિસ્ટર કરાવી શકો છો.

Dial online fraud or banking fraud just this 1 number, get immediate help

આ હેલ્પલાઈન ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર દ્વારા આરબીઆઈ, પેમેન્ટ બેંકો અને અન્ય પ્રમુખ બેંકની મદદથી સંચાલિત છે. એટલું નહીં તેની પર ફરિયાદ પણ નોંધતા જ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવે છે. સાથે જ એ વાતની સૂચના પણ પોલીસ કેન્દ્રને આપવામાં આવે છે. તમારી સાથે થયેલી દગાખોરીની જાણકારી તપાસ એજન્સીને પૂરી પાડવાની જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે.

આ હેલ્પલાઈનની ખાસિયત એ છે કે તેને સીધા જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દેખરેખમાં લોન્ચ કરાઈ હતી. ગૃહમંત્રાલય પણ તેને મોનિટર કરે છે. અનેક લોકોની ફરિયાદ બાદ તેમને રૂપિયા પાછા મળે છે. ફરિયાદ કરવાના થોડા કલાકમાં પીડિતના મોબાઈલ નંબર પર એક્નોલેજમેન્ટ નંબર પણ મળી જાય છે.

Related posts

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Mukhya Samachar

ગૂગલ કોન્ટેક્ટ્સ એપમાં કેવી રીતે સેટ કરવું ઇલસ્ટ્રેટેડ પ્રોફાઇલ પિક્ચર, ફોલો કરો આ સ્ટેપ્સ

Mukhya Samachar

ફોનમાં કંઈપણ ડીલીટ કર્યા વગર આવી રીતે કરી શકો છો જગ્યા! આ રહી તેની આસાન રીત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy