Mukhya Samachar
Travel

શું તમને ખબર છે? ભારતીયોએ ભારતમાજ આ સ્થળોએ જવા માટે લેવા પડે છે વિઝા

Did you know Indians have to take visa to visit these places in India

ભારતના ઘણા રાજ્યો એવા છે જે આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલા છે. અહીં કેટલાક વિસ્તારો સંવેદનશીલ હોવાને લીધે પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

  • અરુણાચલ પ્રદેશ ભૂટાન, પૂર્વમાં મ્યાંમાર અને ઉત્તરમાં ચીન સાથે સરહદે જોડાયેલુ છે
  • લક્ષદ્વીપ ભારતની મુખ્ય ભૂમિથી 300 કિમી દૂર અરબ સાગરમાં સ્થિત છે
  • લદાખની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પ્રદેશ ખૂબ જ સંવેદનશીલ છે

કોઇપણ દેશના નાગરિકે વિદેશ જવા માટે વિઝા મેળવા જરુરી છે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ભારતના કેટલાક રાજ્યો એવા છે જ્યાં પ્રવેશ કરવા માટે ભારતીયોએ પણ ‘વિઝા’ લેવા પડે છે. આ એવા રાજ્યો છે જ્યાં દેશના અન્ય રાજ્યોના લોકોએ ઇનર લાઈન પરમિટ લઇને એન્ટ્રી લેવી પડે છે. એના સિવાય કોઇને પણ રાજ્યમાં પ્રવેશ મળતો નથી.

Did you know Indians have to take visa to visit these places in India

અરુણાચલ પ્રદેશઃ
દેશના ઉત્તર-પૂર્વમાં આવેલા અરુણાચલ પ્રદેશમાં અન્ય રાજ્યના નાગરિકે પ્રવેશ પહેલા પરમિટ લેવી પડે છે. કારણ કે આ રાજ્ય ભૂટાન, પૂર્વમાં મ્યાંમાર અને ઉત્તરમાં ચીન સાથે સરહદથી જોડાયેલું છે. સંવેદનશીલ સરહદો હોવાને લીધે રાજ્યના તવાંગ, રોઈંગ, ઈટાનગર, બોમડિલા, જીરો, ભાલુકપોંગ, પાસીઘાટ, અનિની જેવા વિસ્તારોમાં તો પર્યટકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ રાજ્યમાં પ્રવેશ માટે જરુરી દસ્તાવેજો જેવા ક પેન કાર્ડ, આધાર કે ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરવુ પડે છે. અહીં ઇનર લાઈન પરમિટ માટે વ્યક્તિ દીઢ 100 રુપિયા ચાર્જ ચૂકવવો પડે છે, આ પરમિટ 30 સુધી વેલિડ રહે છે.

Did you know Indians have to take visa to visit these places in India

લક્ષદ્વીપઃ
36 દ્વીપોના સમૂહ લક્ષદ્વીપમાં માત્ર 10 દિવસથી ફરવાની મંજૂરી મળે છે. વાદળી પાણી અને સફેદ રેતથી ઘેરાયેલું લક્ષદ્વીપ ભારતની મુખ્ય ભૂમિથી આશરે 300 કિમી દૂર અરબ સાગરમાં સ્થિત છે. અહીં પ્રવેશ માટે કોઇપણ વ્યક્તિને ફરજિયાત પરમિટ લેવી પડે છે. અહીં જવા માટે ઓનલાઇન એપ્લાય કરી 5 મહિનાની પરમિટ મેળવી શકાય છે. આ માટે જરુરી દસ્તાવેજમાં આઇડી પ્રૂફ અને પાસપોર્ટ ફોટાની જરુર પડે છે. પરમિટનો ચાર્જ એપ્લીકેશન દીઢ 50 રુપિયા છે.

Did you know Indians have to take visa to visit these places in India

લદાખઃ
લદાખની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી આ પ્રદેશ ખૂબ જ સંવેદનશીલ છે. લદાખના બધા વિસ્તાર રોજની અવર-જવર માટે ખુલ્લા નથી હોતા. અહીંના કેટલાક જાણીતા પર્યટન સ્થળો જેવા દાહ, હનુ વિલેજ, પેંગોન્ગ લેક, ત્સો મોરીરી લેક, ન્યોમા, લોમા બેન્ડ, ખારદુંગ લા પાસ, નુબ્રા વૈલી, ટર્ટુક, તયાક્શી, ડિગર લા, તંગ્યારમાં જવા માટે ઇનર લાઈન પરમિટ ફરજિયાત છે. આ માટે જરુરી દસ્તાવેજમાં આઇડીની સેલ્ફ અટેચ કોપી જરીર છે. લદાખ ઇનર લાઈન પરમિટ માટે વ્યક્તિ દીઢ 30 રુપિયા ચાર્જ છે જે એક દિવસ માટે વેલિડ હોય છે.

Did you know Indians have to take visa to visit these places in India

સિક્કિમઃ
ચીન, ભૂટાન, નેપાળ સાથે સરહદથી જોડાયેલા સિક્કમના મોટાભાગના પ્રદેશોમાં પ્રવેશ લેવા માટે ઇનર લાઈન પરમિટ ફરજિયાત છે. આ માટે જરુરી દસ્તાવેજમાં આઈડી પ્રૂફની જરુર પડે છે. અહીં પરમિટ માટે કોઇ ચાર્જ આપવો પડતો નથી.

Did you know Indians have to take visa to visit these places in India

નાગાલેન્ડઃ
ડોમેસ્ટિક ટૂરિસ્ટએ નાગાલેન્ડમાં પ્રવેશ માટે પરમિટ લેવી પડે છે. અહીં કોહિમા, દીમાપુરસ મોકોકચુંગ, વોખા જેવા પર્યટન સ્થળો આવેલા છે, જ્યાં એન્ટ્રી પહેલા પરમિટ લેવી જ પડે છે. આ માટે આધાર કાર્ડ, પેન કાર્ડ, મતદાન કાર્ડ અને પાસપોર્ટ ફોટા જેવા દસ્તાવેજોની જરુર પડે છે. અહીં 15 દિવસની પરમિટ માટે 50 રુપિયા અને 30 દિવસની પરમિટ માટે 100 રુપિયા ચાર્જ છે.

Did you know Indians have to take visa to visit these places in India

મિઝોરમઃ
ભારતની પૂર્વ દિશામાં સ્થિત મિઝોરમ એક સુંદર રાજ્ય છે. મિઝોરમ બાંગ્લાદેશ અને મ્યાંમાર સાથે સરહદેથી જોડાયેલુ છે. આ કારણે અહીં પરમિટ વગર એન્ટ્રી લેવી અસંભવ છે. પર્યટકોએ અહીં ફરજિયાત ઇનર લાઈન પરમિટ લેવી પડે છે. આ માટે જરુરી દસ્તાવેજમાં આઇડી પ્રૂફ અને ચાર પાસપોર્ટ સાઇઝ ફોટાની જરુર પડે છે. અહીં અસ્થાયી પરમિટ માટે 120 રુપિયા અને સ્થાયી પરમિટ માટે 220 રુપિયા ચાર્જ છે.

Related posts

શું ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જવાનું વિચારો છો? તો જાણો ગુજરાત ટુરીઝમની સ્પેશિયલ ટૂર ઓફર

Mukhya Samachar

ગુજરાતનું આ હિલ સ્ટેશન શિમલા કરતાં પણ છે સુંદર! ફોટોસ જોઈને આતુર થઈ જશે દિલ ફરવા માટે

Mukhya Samachar

આવું તળાવ તમે ક્યાંય નહિ જોયું હોય… તળાવની અંદર આવ્યું છે ઊંધા ઝાડનું આખું વન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy