Mukhya Samachar
Fitness

શું તમે જાણો છો લીંબુની સાથે તેની છાલ પણ હોય છે ગણકારી

lemon for helth
  • લીંબુની છાલથી શરીરને અનેક ફાયદાઓ થાય છે
  • વજન ઘટાડવામાં મદદ કરે છે લીંબુની છાલ
  • લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે

 

આપણે રોજ બરોજના જીવનમાં લીંબુનો ખૂબ ઉપયોગ કરતાં હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે લીંબુની છાલથી અનેક ફાયદાઓ થાય છે. લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે સ્વાસ્થ્ય ઉપરાંત વાળના ગ્રોથ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે લીંબુના રસનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર છાલ પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

lemon for health

Did you know that lemon peel also counts?

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા અન્ય તત્વો હોય છે જે હાડકાંના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. લીંબુની છાલ વડે ગઠિયા, રહ્યુમેટોઈડ આર્થરાઇટ્સ જેવી હાડકાં સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે કાચી છાલનું સેવન કરી શકાય અથવા તેને ધોઈને, સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય.  આપણાં શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન પદાર્થો હોય છે જેને ઘટાડવા માટે લીંબુની છાલનો ઉપયોગ થઈ શકે છે. લીંબુની છાલનું દરરોજ સેવન કરવાથી આવા ટોક્સિક પદાર્થો શરીરમાંથી દૂર થાય છે.

lemon for health

Did you know that lemon peel also counts?

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં સહાયક બને છે. માટે વધારે સ્ટ્રેસમાં હોય તેવા લોકોએ લીંબુની છાલનું સેવન શરૂ કરી દેવું જોઈએ. હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે પણ લીંબુની છાલનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ નીચું રહે તો હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. તે સિવાય ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

Related posts

ઉનાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, વજન પણ ઓછુ થશે અને તમને મળશે અનેક ફાયદા

Mukhya Samachar

Health Tips: બંધ ધમનીઓ ખોલી શકે છે આ અસરકારક ઐષધી, હાર્ટ એટેકનું જોખમ ઘટશે અને સુગર લેવલ પણ રહેશે નિયંત્રણમાં

Mukhya Samachar

વજન ઘટાડવાથી લઈને ગ્લોઈંગ સ્કિન સુધી, સવારે બ્રશ કર્યા વિના પાણી પીવાના છે અદ્ભુત ફાયદા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy