Mukhya Samachar
Entertainment

આ હિરોઇને કર્યું મોટું રીવિલ! કહ્યું “રણબીર કપૂર પર મને જબરદસ્ત ક્રશ હતો”

disha-patani-reveal-i-had-a-huge-crush-on-ranbir-kapoor
  • દિશા પટની વર્ષ 2015માં એક કેડબરીની જાહેરાતથી પ્રખ્યાત થઇ હતી
  • દિશાનો ચાઇલ્ડહુડ ક્રશ રણબીર કપૂર હતો
  • રણબીર કપૂરની ખૂબ જ મોટી ફેન રહી છે

દિશા પટની બોલીવૂડની હોટ અને ફિટ અભિનેત્રીઓમાની એક છે. દિશા પટની વર્ષ 2015માં એક કેડબરીની જાહેરાતથી પ્રખ્યાત થઇ હતી. શું પણ તમે જાણો છો દિશાનો પણ ચાઇલ્ડહુડ ક્રશ બોલીવૂડનો ચોકલેટી બોય તરીકે ઓળખાતો રણબીર કપૂર હતો. આલિયા ભટ્ટ જ નહી પણ દિશા પાટનીનો પણ ચાઇલ્ડહુડ ક્રશ રણબીર કપૂર રહી ચૂક્યો છે. જી હા,દિશા પાટનીએ ખુલાસો કર્યો છે,કે તે રણબીર કપૂરની ખૂબ જ મોટી ફેન રહી છે. જેના કારણે તેનો અકસ્માત થતા બચી ગયો છે.

disha-patani-reveal-i-had-a-huge-crush-on-ranbir-kapoor

એક ઇન્ટરવ્યૂહમાં દિશાએ કહ્યું હતુ કે, “જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે હું રણબીરની ખૂબ જ મોટી ફેન હતી. રણબીરને કારણે મારી ઘણી દુર્ઘટના થઈ છે કારણ કે મારા શહેરમાં રણબીરના ઘણા પોસ્ટર્સ હતા,અને હું તે પોસ્ટરને જોતી રહેતી હતી. મને લાગે છે કે, તે કોઈ બ્રાન્ડ એન્ડોર્સ કરી રહ્યો હતો. સ્કૂટર ચલાવતી વખતે હું તેમની સામે જોતી રહેતી હતી.” દિશાએ પોતાના મનની વાત રણબીરને કરી છે? આ પ્રશ્નના જવાબમાં દિશા પટનીએ જણાવ્યુ કે,અત્યાર સુધીતો નથી જણાવ્યુ પણ હવે રણબીરને આ વાત જરુર કહીશ.

disha-patani-reveal-i-had-a-huge-crush-on-ranbir-kapoor

દિશાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો,તેણે તેલુગુ ફિલ્મ લોફરથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 2016ની ફિલ્મ એમએસ ધોનીમાં તેમની ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાની ભૂમિકામાં હતી, જેમાં સુશાંત સિંહ રાજપુત પણ હતા. આ પછી તે સલમાન ખાન સાથે ફિલ્મ ભારત અને રાધેમાં જોવા મળી છે. તેની ફિલ્મ એક વિલન રિટર્ન્સ  29 જુલાઈએ રિલીઝ થઇ.

Related posts

બૉલીવુડના આ ત્રણ કલાકારો ફરી સાથે જોવા મળશે

Mukhya Samachar

શું બબીતાજી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને Bye Bye કરશે ? જાણો શું ચાલી રહી છે ચર્ચા

Mukhya Samachar

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ છે જ્યુરી મેમ્બર! ફેસ્ટિવલમાં જવા થઈ રવાના

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy