Mukhya Samachar
Gujarat

ગુજરાતના શિક્ષકો માટે દિવાળી! સરકારે શિક્ષકોના 5 મુદ્દાઓ પર કરી મોટી જાહેરાત

Diwali for Gujarat teachers! The government made a big announcement on 5 issues of teachers
  • શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે મોટા નિર્ણયો
  • સળંગ નોકરીનો મહત્વનો પ્રશ્નનો ઉકેલ
  • HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે

આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગે લીધેલા મોટા નિર્ણયોને કઈ પ્રેસ સંબોધન કર્યું હતું જેમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ મોટી જાહેરાતો કરવામા આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે શિક્ષકોના વિવિધ પ્રશ્નો પર અનેક બેઠકો થઇ, CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક થઇ હતી અને શિક્ષક સંઘો સાથે પણ બેઠક કરવામાં આવ્યું હતું જે બાદ નિષ્કર્ષ કાઢી ઘણા નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા આજે લેવામાં આવ્યા છે.

Diwali for Gujarat teachers! The government made a big announcement on 5 issues of teachers
જોબ અને આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ફિક્સ પેના ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના સળંગ નોકરીનો મહત્વના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. શિક્ષક છે એ આચાર્ય થાય તો સળંગ નોકરી ન ગણાતી તે વિસંગતતા હતી જેને દૂર કરવામાં આવી છે.
વધુમાં વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આજે શિક્ષકો માટે દિવાળી જેવો દિવસ છે. કારણ કે પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ જૂની પ્રણાલી પ્રમાણે રિવ્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલના સમય ઉપરાંત ભણાવવાની ખાતરી આપી છે. હવે એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારાનો નિર્ણય લેવાયો, આવી શાળાઓમાં વધુ એક શિક્ષક ફાળવાશે. આ નિર્ણય બાદ આવી શાળાઓમાં કુલ 4 શિક્ષકોનું મહેકમ મળશે.

Diwali for Gujarat teachers! The government made a big announcement on 5 issues of teachers
આ બાદ આચાર્યો માટે પણ ATCનો લાભ અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે તેવો ખાતરી પણ જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવી છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ ભરતી પૂર્ણ કરવામાં આવશે.
નોન ટિચિંગ સ્ટાફને શરતી બઢતી અપાશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાની માહિતી વાઘાણી દ્વારા આપવામાં આવી છે. સાતમા પગાર પંચના બાકી હપ્તાની ચૂકવણી ઝડપી કરાશે તેવી બાંહેધરી પણ આપી છે. છેલ્લે તેઓએ તમામ જાહેરાતો વિશે કહ્યું હતું કે શિક્ષકોની વર્ષોથી જે માંગણીઓ હતી તે પૂર્ણ થઇ છે.

Related posts

ટિમ ઇન્ડિયાનું રંગીલા રાજકોટમાં ગરબા સાથે કરાશે વેલકમ: ગાંઠિયા જલેબીથી લઇ આ ગુજરાતી વાનગીનો સ્વાદ ચાખશે

Mukhya Samachar

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Mukhya Samachar

વસોની વિસામો ટિફિન સેવા નિરાધારનો “વિસામો” બન્યું! ઘરે ટિફિન પહોચાડી નિરધારોની આતરડી ઠારે છે આ સંસ્થા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy