Mukhya Samachar
Fitness

આવી ઉકળતી ગરમીથી બચવા માટે આટલું કરો !

Do this to avoid such boiling heat!
  • લૂ માં બહાર નીકળવાનું ટાળો.
  • 8થી 10ગ્લાસ પાણી પીઓ
  • પાણી વાળા ફળોનું સેવન કરો

Do this to avoid such boiling heat!

ગુજરાત સહિત આખા દેશમાં ભીષણ ગરમીનો કહેર ચાલુ છે.પારો  . આ સાથે જ ગરમીમાં થનારી બીમારીઓના કેસ પણ સતત વધી રહ્યા છે. તાપ અને લૂ ઉપરાંત ગંદકી અને દૂષિત ખોરાક કે પાણીથી આ ઋતુમાં લોકો બીમાર પડે છે. કેટલીક સાવધાનીઓ અપનાવીને ઋતુની મારથી બચી શકાય છે.લાબા સમય સુધી બહાર રહેવાથી બચો. બપોરે 12થી 3 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવાથી બચવુ જોઈએ.આખા દેશમાં ચાલી રહેલા ગરમીના પ્રકોપથી બચવા માટે તાપના સીધા સંપર્કમાં આવવાથી પરેજ કરોતાપમાં નીકળવાથી બચો – દિવસના સમયે તાપમાં બહાર નીકળવુ જરૂરી છે તો સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરો. આ ઉપરાંત ટેનિગ અને સનબર્નથી બચવા માટે છત્રી, ટોપી,ભીનો ટોવેલ અને ઠંડુ પાણી સાથે લઈને નીકળોખાવા પીવામાં સ્વચ્છતા – ખાવા પીવામાં સાફ સફાઈનુ ખૂબ વધુ ધ્યાન રાખો. બહારનો તળેલો ખોરાક અને ખુલ્લામાં બનેલો કોઈપણ ખાદ્ય પદાર ખાવાથી બચો. આ ઋતુમાં દૂષિત ખાવા પીવાથી બીમારીનુ સંકટ વધી જાય છે.બાળકોને પણ આ વાતની માહિતી આપો અને તેમને કંઈ પણ ખાતા પહેલા હાથ ધોવા પ્રેરિત કરો.

Do this to avoid such boiling heat!

પ્રવાહી ખોરાકનો ઉપયોગ વધારો : શક્ય હોય ત્યાં પ્રવાહીનો ઉપયોગ કરો, જેમ કે લીંબુ પાણી. ધ્યાન રાખો કે આ પાણી ઠંડુ હોય પણ બરફવાળુ નહી. નહી તો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તરબૂચ, શક્કરટેટી, કેરી,કાકડી, ખીરા જેવા મોસમી ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જો કે, તેના સેવન સાથે જોડાયેલી કેટલીક સાવચેતીઓ છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીરમાં પાણીની કમી ન થવા દો. દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ પાણી પીવો. એક સાથે વધુ પડતું ખાવાનું ટાળોઃ ઉનાળાની ઋતુમાં દિવસની શરૂઆત મીઠા અને રસદાર ફળોથી કરવી સારી રહેશે. ચીકુ, આલુ, તરબૂચ, શક્કરટેટી અથવા નારંગી સારો વિકલ્પ હોઈ શકે છે. સલાદમ આં રૂપમાં ડુંગળી અને કાકડી અવશ્ય ખાઓ. આ તમને પાચન સંબંધીસમસ્યાઓથી બચાવશે અને શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રાખશે. વાસ્તવમાં, તેમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય છે, તેથી શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે.ખાવામાં મીઠા પર કાબુ રાખો – આ ઋતુમાં ખાવામાં મીઠુ સામાન્ય માત્રામાં રાખવુ જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કૈફીન, દારૂ કે અત્યાધિક ચા પીવાથી બચો. કારણ કે તેનો ઉપયોગથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે.

Related posts

આ છે પગના તળિયામાં દુખાવાનું મુખ્ય કારણ, જાણો કેવી રીતે તેને દૂર કરવું

Mukhya Samachar

તમે ચાવીને તો નથી ખાતાને તુલસી? જાણો ઇમ્યુનીટી માટે કેવી રીતે ખાવું છે બેસ્ટ

Mukhya Samachar

હાર્ટ એટેકનું કારણ બની શકે છે હાઈ કોલેસ્ટ્રોલ, આ આયુર્વેદિક પદ્ધતિઓથી કરો નિયંત્રિત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy