Mukhya Samachar
Offbeat

શું આપ જાણો છો રાજસ્થાનની જીવાદોરી ‘લૂણી’ નદી વિશે ?

Do you know about Luni river, the lifeline of Rajasthan?
  • ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે
  • લૂણી નદી અજમેર જિલ્લાના 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે
  • 495 કિમી લાંબી એકમાત્ર મોટી નદી  છે

Do you know about Luni river, the lifeline of Rajasthan?

આપણા શાસ્ત્રોમાં નદીઓને માતાનું સ્થાન આપવામા આવ્યુ છે.જોવા જઈએ તો ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે. જેમાં નાની-મોટી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ દેશના ધર્મ અને સંસ્કૃતિ સહિત અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે.આપણા દેશમાં એક એવી નદી છે, જે ફક્ત પર્વતોમાંથી જ નીકળે છે, પરંતુ તે કોઈપણ સમુદ્રમાં જોવા મળતી નથી.અહીં વાત થઇ રહી છે રાજસ્થાનની જીવાદોરી  લૂણી નદીની. લૂણી નદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી અજમેરથી નીકળ્યા પછી, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન નાગૌર, જોધપુર, પાલી, બાડમેર, જાલોર જિલ્લામાંથી વહેતી ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રવેશે છે અને કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં, લુની નદીના નીચાણવાળા વિસ્તારને નેડા અથવા રેલ કહેવામાં આવે છે. લૂણીના વહેણ વિસ્તારને ગોડવાર પ્રદેશ કહેવામાં આવે છે. મહાકવિ કાલિદાસે લુણી નદીને સલીલા નદી કહી હતી. અજમેરની પુષ્કર ખીણમાં લૂણી નદીને સાકરી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મુખ્ય ઉપનદીઓ જોવાઈ, સુકરી અને જોજરી છે.

Do you know about Luni river, the lifeline of Rajasthan?

ઉદયપુર રાજસ્થાનમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો છે. બિકાનેર અને ચુરુ જ એવા બે જિલ્લા છે, જેમાં એક પણ નદી વહેતી નથી.આ 495 કિમી લાંબી નદી તેના વિસ્તારની એકમાત્ર મોટી નદી છે. જે મોટા ભાગને સિંચાઈ કરીને ગુજરાત સુધી પહોંચે છે. રાજસ્થાનમાં આ નદીની કુલ લંબાઈ 330 કિમી છે, જ્યારે બાકીની નદી ગુજરાતમાં વહે છે.લૂણી નદીની એક ખાસ વાત છે. અજમેરથી બાડમેર સુધી આ નદીનું પાણી મીઠું છે. જ્યારે તેની પાર જતા જ તેનું પાણી ખારું થઈ જાય છે. તેનું કારણ એ છે કે જ્યારે તે રાજસ્થાનના રણમાંથી પસાર થાય છે, ત્યારે તેમાં રહેલા મીઠાંના કણો તેની સાથે ભળી જાય છે, પછી પાણી ખારું થઈ જાય છે.આ નદીના સુંદર અને કુદરતી નજારા જોવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની ઋતુમાં છે. આ ઉપરાંત દર વર્ષે માર્ચ મહિનામાં અહીં થાર ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય થાર ફેસ્ટિવલનું આયોજન રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરની કલા, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે.

Related posts

શું જાણો છો? દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિને કેવી મળે છે સુવિધા? જાણો કેટલો પગાર મળે છે અને કેવું જીવન હોય છે

Mukhya Samachar

dog બનવા કર્યા લાખો ખર્ચ! જાણો જાપાનનાં વ્યક્તિની આવી અજીબ હરકત પાછળની ચર્ચા

Mukhya Samachar

વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે છે “વર્લ્ડ મ્યુઝીક ડે”: શું તમે જાણો છો મ્યુઝીકનો ઉપયોગ સારવાર માટે પણ થાય છે…

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy