Mukhya Samachar
Offbeat

શું તમે આ શહેર વિષે જાણો છો? આ શહેર ના લોકો કાર અને બાઈકની જેમ વાપરે છે વિમાન

Do you know about this city? People of this city use airplanes like cars and bikes

આજકાલ દરેક ઘરમાં બાઇક અને કાર હોવી સામાન્ય વાત છે. પરતું પ્લેનની વાત કરીએ તો બહુ ઓછા લોકો હશે, જેમની પાસે પોતાનું પ્લેન હશે, પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ છે, જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વિમાન છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અહીંના લોકો ઓફિસ જવા માટે અને અન્ય કામો માટે એરોપ્લેનનો ઉપયોગ કરે છે

આ અનોખું શહેર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે. આ શહેરના રસ્તાઓ ખૂબ પહોળા છે. તમને જાણીને આશ્ચર્ય થશે, અહીંના રસ્તા એરપોર્ટના રનવે કરતા પણ પહોળા છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી પાઈલટને કોઈ મુશ્કેલી ન પડે અને તે પ્લેનને સરળતાથી નજીકના એરપોર્ટ પર લઈ જઈ શકે. આવો જાણીએ આ અનોખા શહેર વિશે…

Do you know about this city? People of this city use airplanes like cars and bikes

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત આ શહેર કેમેરોન એરપાર્ક તરીકે ઓળખાય છે. આ શહેરમાં તમને દરેક ઘરની બહાર એરોપ્લેન અને ગેરેજની જગ્યાએ હેંગર જોવા મળશે. સૌથી નવાઈની વાત એ છે કે, આ શહેરના લોકો ઓફિસ કે કામ પર જવા માટે પણ પોતાના વિમાનનો ઉપયોગ કરે છે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સંપૂર્ણ રીતે સત્ય છે.

આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો પાઈલટ છે. તેથી જ વિમાન હોવું સામાન્ય બાબત છે. આ સાથે અહીં ડૉક્ટર, વકીલ અને અન્ય લોકો પણ રહે છે, પરંતુ આ બધા લોકોને પ્લેન રાખવું પણ ગમે છે.

Do you know about this city? People of this city use airplanes like cars and bikes

પ્લેન હોવું એ આ શહેરમાં કાર રાખવા જેવી સામાન્ય બાબત છે. અહીં લોકોના ઘરની સામે બનેલા હેંગરમાં પ્લેન રાખવામાં આવે છે. હેંગર એ જગ્યા છે જ્યાં એરક્રાફ્ટ રાખવામાં આવે છે. આ અનોખા શહેર વિશે જે પણ જાણે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે તમને જાણીને નવાઈ લાગશે કે, આ શહેરની ગલીઓના નામ પણ વિમાનો સાથે જોડાયેલા છે. શહેરમાં બોઇંગ રોડ જેવા શેરીઓના નામ છે.

 

Related posts

આજે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે: 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શનને આજના દિવસે કરીએ યાદ

Mukhya Samachar

વિકલાંગોને પણ શિક્ષણ અને રોજગારની સમાન તકો મળવી જોઈએ કાર્યક્રમમાં બોલ્યા રાષ્ટ્રપતિ મુર્મુ

Mukhya Samachar

અહીં દુનિયામાં હાજર છે આ પિંક લેક, જાણો તેના રંગ પાછળની કહાની

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy