Mukhya Samachar
Sports

શું આપ ક્રિકેટમાં આવતાં વિવિઘ ‘ડક’ વિશે જાણો છો? સમજો કેટલા પ્રકારના હોય છે ડક

Do you know about various ducks in cricket? Understand how many types of duck there are
  • રાહુલ થયો ડાયમંડ ડકમાં આઉટ
  • શ્રેયસ અય્યરે તકનો લાભ ઉઠાવી રોકેટ થ્રો કર્યો
  • ઇનિંગ્સના પહેલા બોલ પર આઉટ થાય તો પ્લેટિનમ ડક કર્યો જણાય

Do you know about various ducks in cricket? Understand how many types of duck there are

આઈપીએલમાં ગઈ કાલે મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. ઈનિંગની પહેલી ઓવરના પાંચમા બોલ પર ક્વિંટન ડિકોકે એક્સ્ટ્રા કવર પર શોટ માર્યો હતો. જોકે હળવા હાથે પુશ કરવાના કારણે બોલ સીધો કોલકાતાના શ્રેયસ અય્યર પાસે પહોંચી ગયો હતો. ત્યાં સુધીમાં લખનઉનો કેપ્ટન રાહુલ અડધી પિચે આવી ગયો હતો ત્યારે ડિકોકે તેને પાછો મોકલ્યો હતો. આ જોઈને રાહુલ પણ સ્તબ્ધ થઈ ગયો અને ફરીથી નોન સ્ટ્રાઈકર એન્ડની ક્રીઝ પર જવા માંડ્યો હતો.શ્રેયસ અય્યરે આ તકનો લાભ ઉઠાવી રોકેટ થ્રો દ્વારા સીધો નોનસ્ટ્રાઈકર એન્ડ પર ડાયરેક્ટ થ્રો કર્યો હતો. કાલના મેચમાં રાહુલની વિકેટ જોવા જઈએ તો આ સિઝનની ડાયમંડ ડકની રમૂજી વિકેટ પણ કહી શકાય.ક્રિકેટમાં ગોલ્ડન ડક સિવાય બેટર ઘણી રીતે ‘ડક’ પર એટલે કે એકપણ રન સ્કોર કર્યા વિના આઉટ થઈ જાય છે. તો ચાલો આપણે જાણીએ કે કેટલા પ્રકારના ડક હોય છે.

Do you know about various ducks in cricket? Understand how many types of duck there are

સિલ્વર ડક: જ્યારે બેટ્સમેન તેની ઇનિંગના બીજા બોલ પર આઉટ થાય છે, ત્યારે તેને સિલ્વર ડક કહેવામાં આવે છે.

બ્રોન્ઝ ડકઃ જ્યારે બેટ્સમેન તેની ઇનિંગ્સના ત્રીજા બોલ પર એકપણ રન કર્યા વિના આઉટ થઈ જાય છે.

ડાયમંડ ડક: જ્યારે બેટ્સમેન ઇનિંગ્સમાં એક પણ બોલ રમ્યા વિના આઉટ થાય છે, ત્યારે તેને ‘ડાયમંડ ડક’ કહેવામાં આવે છે.

પ્લેટિનમ ડક/રોયલ ડક: જ્યારે બેટ્સમેન ઇનિંગ્સના પહેલા બોલ પર આઉટ થાય છે.

પેર: જ્યારે બેટ્સમેન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શૂન્ય રન પર આઉટ થાય છે, ત્યારે તેને પેયર કહેવામાં આવે છે.

કિંગ પેરઃ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં જ્યારે બેટ્સમેન પહેલા બોલ પર આઉટ થાય છે, એટલે કે બંને ઇનિંગ્સમાં ગોલ્ડન ડક, તથા પહેલા બોલ પર આઉટ થાય ત્યારે તેને કિંગ પેર કહેવામાં આવે છે.

 

Related posts

IPL ઈતિહાસના 5 સૌથી સફળ કેપ્ટન, ધોની-રોહિત સિવાય આ ભારતીય ખેલાડી પણ યાદીમાં સામેલ

Mukhya Samachar

ચેન્નઈને મોટો ઝટકો! ટીમના આ સ્ટાર ખેલાડીએ સંન્યાસ લેવાની કરી જાહેર

Mukhya Samachar

શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત, IPL 2023ને કારણે ઘણા દિગ્ગજોને રાખવામાં આવ્યા હતા બહાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy