Mukhya Samachar
FitnessFood

શું તમને ખબર છે, સ્વાદનો ચસકો આપતી આમલી શરીર માટે કેટલી આશીર્વાદ રૂપ છે

imli good for health
  • આમલીમાં રહેલા તત્વો શરીર માટે છે ખૂબ ફાયદા કારક
  • આમલી વજન ઘટાડવાની સાથે સાથે ઇમ્યુનિટી વધારે છે
  • પાચનતંત્રની સાથે સાથે હદયને પણ મજબૂત રાખે છે આમલી

ગુજરાતીઓની ઓળખ એના ફૂડથી પણ થતી હોય છે. જેમાં ગુજરાતી એટેલે ભજીયા અને ભજીયા એટ્લે ગુજરાતી કહીએ તો પણ ખોટું નથી પરંતુ ભજીયા એકલા ખવામાં આવતા નથી ભજીયાની સાથે ચટણી પણ ખવાઇ છ,જે મુખ્યત્વે આંબલી માથી બનાવવામાં આવે છે. ત્યારે ચટણી બનાવવામાં ઉપયોગમાં લેવાતી આંબલી ખાલી સ્વાદ માટે જ નથી. આંબલીના અનેક ફાયદા પણ છે શું તમે એ જાણો છો?

આમલીને ઘરોમાં જમવાનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. જ્યાં કેટલાક લોકોને ખાટી-મીઠી આમલી એમ જ ખાવનું પસંદ છે. કેટલીક મહિલાઓની રસોઈમાં હંમેશા હોય છે. આમલીની ચટણી હોય કે પછી એનું બનાવેલું અથાણું. મોંમાં પાણી લાવવા સાથે આમલી ઘણા લાભ પણ છે, જે અંગે સામાન્ય રીતે લોકો જાણતા નથી. પરંતુ શું તમને ખબર છે, આમલી સ્વાદ વધારવા સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આમલી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે મદદ રૂપ છે. એ ઉપરાંત આ વજનને પણ ઓછું કરે છે. આમલીમાં એન્ટિબેકટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી અસ્થેમેટિક જેવા તત્વો હાજર છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તો આજે તમને આમલી ખાવાના કેટલાક ખાસ સ્વાસ્થ્ય લાભો અંગે જણાવીએ.

આમલી વજણ ઘટાડવામાં પણ કામ આવે છે. આમલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ પણ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને વેગ આપે છે અને ઝડપથી વજન ઘટાડે છે. આ સાથે જ આમલીમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આપણા શરીરની ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવવાની સાથે સાથે આ બંને ગુણ આપણને અનેક રોગોથી બચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં, જો નિષ્ણાતોનું માનીએ તો, આમલી ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે. આમલીમાં રહેલા ફ્લેવોનોઈડ્સ, જે ઘણા ગુણોથી ભરપૂર છે, એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. જો તમે આમલીનું સેવન કરો છો, તો તમને હૃદય સંબંધિત બીમારીઓ થવાની સંભાવના ઓછી થઈ શકે છે.

ખાલી એટલું જ નહીં, એવું કહેવાય છે કે આમલી ખાવાથી પાચનતંત્ર શાંત રહે છે અને તે પાચનતંત્રને પણ ખૂબ જ મજબૂત બનાવે છે. આમલીમાં  હાજર પોલિફેનોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે છે.

Related posts

આ ઘરગથ્થુ ઉપાય કરશો તો ચહેરા પર આવી જશે કઈક આવી ચમક

Mukhya Samachar

જાણો ફ્રાંસના સૌથી લોકપ્રિય ડેઝર્ટ ‘પુડિંગ’ના રસપ્રદ ઇતિહાસ વિષે

Mukhya Samachar

Benefits of Dry Fruits : શિયાળાની ઋતુમાં દરરોજ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી થશે જબરદસ્ત ફાયદા, ઘણા રોગોથી બચાવશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy