Mukhya Samachar
Fitness

ગરમી માં નારિયેળ પાણી પીવું અમૃત સમાન.. જાણો શું છે તેના ફાયદા

Drinking coconut water in heat is like nectar. Learn what its benefits are

ગરમીમાં કાળઝાળ ગરમી અને લૂના કહેરથી દરેક વ્યક્તિ પરેશાન રહે છે, એવામાં શરીરને હાઈડ્રેટેડ રાખવુ ખૂબ જરૂરી છે, આ સિઝનમાં ઘણા રસવાળા ફળ અને તેનુ જ્યુસ મળે છે, જે શરીરમાં પાણીની કમી થવા દેતુ નથી.

  • કાળઝાળ ગરમીમાં નારિયેળ પાણી આરોગ્ય માટે ગુણકારી
  • નારિયેળ પાણી પીવાથી શરીરમાં થાય છે આ ફાયદા
  • શરીરમાં એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે

નારિયેળ પાણી ગરમીમાં ઘણી રાહત પહોંચાડવાનુ કામ કરે છે. આ રસ લીલા અને કાચા નારિયેળની અંદર હોય છે. આ ખૂબ પૌષ્ટિક હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ જેવા મહત્વપૂર્ણ ન્યુટ્રીએન્ટ્સ હોય છે. જેમાં 94 ટકા પાણી હોય છે અને ખૂબ જ ઓછી માત્રામાં ફેટ હોય છે. આ મોટાભાગે દરિયા કિનારે મળે છે. આજે અમે નારિયેળ પાણીના 4 મોટા ફાયદા અંગે જણાવીશું.

Drinking coconut water in heat is like nectar. Learn what its benefits are

વધતી ગરમીને કારણે શરીરમાં એનર્જી લેવલ ઘટી જાય છે. એવામાં નારિયેળ પાણી એનર્જીને બૂસ્ટ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે ઈમ્યુનિટીને પણ વધારે છે.

આરોગ્યના નિષ્ણાંતો મુજબ આ નારિયેળ પાણી શરીરના શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીને આ પીવાની સલાહ આપવામાં આવે છે, કારણકે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ગુણકારી હોય છે.

Drinking coconut water in heat is like nectar. Learn what its benefits are

નારિયેળ પાણી કિડનીના રોગ માટે પણ સંજીવની સમાન છે. કારણકે તેના સેવનથી પથરીના ક્રિસ્ટલને ઘટાડવાનુ કામ કરે છે અને યુરીન દ્વારા કિડનીમાંથી પથરી કાઢી નાખે છે.

 

 

Related posts

ફક્ત બ્લડપ્રેશરની દવાઓજ નહીં! તમારી લાઇફસ્ટાઇલમાં પણ આવો ફેરફાર લાવવો જરૂરી બને છે

Mukhya Samachar

બીટરૂટની છાલ છે તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ, તેના ફાયદા જાણીને તમે તેને નહિ ફેંકી

Mukhya Samachar

શિયાળાના આ શાકભાજીમાં છુપાયેલા છે સ્વાસ્થ્યના અદભૂત લાભ, પાચન અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy