Mukhya Samachar
Gujarat

સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સ્થિતિ બની ગંભીર! 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું

Drinking water situation in Saurashtra becomes serious! Only 29 percent of the 141 demos saved water
  • સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની
  • સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું
  • સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ટેન્કર રાજ

Drinking water situation in Saurashtra becomes serious! Only 29 percent of the 141 demos saved water

કાળઝાળ ગરમી વચ્ચે સમગ્ર રાજ્યમાં પીવાના પાણીન સ્થિતિ અંગે રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવાતો કરી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના છેવાડા ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતાં જળાશયોનાં તળીયા દેખાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 29 ટકા જ પાણી બચ્યુ છે આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહયુ છે અને હજુ ઉનાળાનાં દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે.

Drinking water situation in Saurashtra becomes serious! Only 29 percent of the 141 demos saved water

વાત કરીએતો સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી સ્થિતિ તો સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29% જ પાણી બચ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ડેમોમાં 38% , દ્વારકા જિલ્લાના ડેમોમાં 3% , બોટાદ જિલ્લાના ડેમોમાં 7%, સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં 19%, જામનગર જિલ્લાના ડેમોમાં 20% પાણી બચ્યું છે. તો વળી વાત કરીએ રાજકોટ જિલ્લાના 15થી વધુ ગામોની તો ત્યાં દરરોજ ટેન્કર ઉપર આધારિત રહેવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં ડેમો ગત ચોમાસામાં સારા વરસાદને કારણે ભરાઈ ગયા હતા અને પાણીનું ચિત્ર સારૂ ઉપસ્યુ હતુ પરંતુ આકરા ઉનાળાનાં બે મહિના પુરા થતાની સાથે જ મોટા ભાગનાં ડેમો ક્રિક્રેટનાં મેદાન બની ગયા છે. પંદરેક દિવસ બાદ સ્થિતિ વધુ ગંભીર બનશે તેવા સંકેતો મળી રહયા છે.

Related posts

નવરાત્રીને લઈ સરકારે કરી મોટી જાહેરાત! ખેલૈયાઓ માટે સારા સમાચાર

Mukhya Samachar

તમારા કામનું! રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્ર્મ અને રોડ શોને લઈ આ રસ્તાઓ, કરાયા બંધ!

Mukhya Samachar

વિશ્વ વિખ્યાત વડોદરાના યુનાઈટેડ ગરબામાં સતત બીજા દિવસે થયો હોબાળો!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy