Mukhya Samachar
Gujarat

નસાની હેરાફેરી:સૌરાષ્ટ્રના મધદરિયેથી ફરી ઝડપાયું ડ્રગ્સ

drugs found
  • સૌરાષ્ટ્રના મધદરિયેથી ફરી ઝડપાયું ડ્રગ્સ
  • દરિયામાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  • 529 કિલો હેસિસ, 234 કિલો મેથામ્ફેટામાઈન અને ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત અને સૌરાષ્ટ્ર જાણે કે ડ્રગ્સ અને નાસાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ છાસવારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઝડપાયું છે. જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં થોડા સમય પહેલા ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ફરી એકવાર મધ દરિયેથી ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. જેને કારણે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.  સૌરાષ્ટ્રના મધદરિયેથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.

એનસીબી અને નેવીની ટીમે 2 હજાર કરોડનો જથ્થો પકડી પાડ્યો છે. સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન પાર પાડતા દરિયામાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. નેવી ઈન્ટેલિજેન્સ અને એનસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. મળતી જાણકારી મુજબ 80 કિલો ડ્રગ્સના જથ્થામાં 529 કિલો હેસિસ, 234 કિલો મેથામ્ફેટામાઈન અને અમુક જથ્થો હેરોઈનનો પણ ઝડપાયો છે. આ પહેલાં પણ ડ્રગ્સમાં સલાયા અને જોડીયાનું કનેક્શન બહાર આવ્યું હતું. છેલ્લાં 2 વર્ષમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે અને છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો નવો ટ્રાન્ઝીટ પોઈન્ટ બની ગયો છે.

Related posts

અરવિંદ કેજરીવાલના રાજકોટમાં ૨ દિવસના ધામા જાણો સમગ્ર કાર્યક્રમ

Mukhya Samachar

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ: ઉત્તર ગુજરાતની 23 અને સૌરાષ્ટ્રની 42 અને બેઠકો પર ભાજપ આગળ

Mukhya Samachar

ગુજરાતમાં પ્રથમવાર વિપક્ષ વિના યોજાશે વિધાનસભા, જાણો કેટલા નવા ચહેરા બન્યા ધારાસભ્ય

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy