Mukhya Samachar
National

24 કલાકમાં ચોથી વખત આવ્યો તુર્કીમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર આટલી નોંધાઈ તીવ્રતા

earthquake-hits-turkey-for-the-fourth-time-in-24-hours-registering-this-intensity-on-the-richter-scale

તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મધ્ય તુર્કીમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની ઊંડાઈ 2 કિમી હતી.

એક દિવસ પહેલા પણ તુર્કી અને સીરિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. 7.8ની તીવ્રતાના ભૂકંપમાં બંને દેશોમાં હજારો લોકોના મૃત્યુ થયા છે.

earthquake-hits-turkey-for-the-fourth-time-in-24-hours-registering-this-intensity-on-the-richter-scale

તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં 4000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 10,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સિવાય બંને દેશોમાં મોટું નુકસાન પણ થયું છે. સોમવારે વહેલી સવારે બંને દેશોની સરહદ પર રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં જાનમાલનું ઘણું નુકશાન થયું છે.

સીરિયા-તુર્કીમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના મોત પર વિશ્વના દેશોએ શોક વ્યક્ત કર્યો છે. ભારતે સોમવારે કહ્યું કે તે સંકટની આ ઘડીમાં તુર્કીની મદદ કરવા તૈયાર છે. મંગળવારે સવારે, NDRFની ટીમ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ હિંડોન એરપોર્ટથી ભૂકંપ પ્રભાવિત તુર્કી વિસ્તારમાં રાહત-બચાવ માટે રવાના થઈ હતી.

Related posts

Bhopal Gas Tragedy: 38 વર્ષ પહેલાની એ કાળી રાત જ્યારે ઝેરી ગેસે લીધો હતો હજારો લોકોનો જીવ

Mukhya Samachar

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ આપી ચેતવણી: જૂન મહિનામાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે

Mukhya Samachar

વડાપ્રધાન મોદીને મળેલ 1200થી વધુ ભેટનું આજથી ઈ-ઓક્શન થશે!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy