Mukhya Samachar
Business

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી

edible oils duty
  • સરકારે સ્ટોક મર્યાદાનો અમલ વધાર્યો
  • પામતેલમાં માગ વધતાં ૧૦૦૦ ટનના વેપાર થયા
  • વિશ્વ બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો

મુંબઈ તેલીબિંયા બજારમાં આજે  તેજી આગળ વધી હતી.    તેલ તેલિબિંયાના ભાવ વધતા સરકારે  સ્ટોક મર્યાદાનો અમલ લંબાવી ૩૦મી જૂન સુધી કર્યાના સમાચાર હતા. વિશ્વ બજાર  ઉછળી  હતી. ઉત્પાદક મથકો પણ  મક્કમ હતા.  દરમિયાન, સરકારે  દેશમાં  આયાતકારો માટે  ડોલરના કસ્ટમ  એક્સ.ના  દર રૂ.૭૫.૩૦થી વધારી   રૂ.૭૫.૭૫   કર્યાના  સમાચાર હતા.    આના પગલે   દેશમાં  આયાત થતાં વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ  ઈમ્પોર્ટ   ડયુટીમાં વૃદ્ધી  થયાનું   બજારના  જાણકારોએ જણાવ્યું   હતું.

Effective import duty on oil
Effective import duty on various edible oils imported into the country increased

આવી અસરકારક આયાત જકાત  ક્રૂડ પામ ઓઈલમાં  ટનના  રૂ.૪૯થી  ૫૦ વધી  છે જ્યારે   પામોલીનની  રૂ.૮૫થી ૮૬  તથા સોયાતેલની  રૂ.૩૫થી ૩૬ વધી  છે આની  અસર પણ બજાર પર  વર્તાઈ રહી  હતી.   મુંબઈ હાજર બજારમાં  આજે આયાતી   આયાતી પામતેલના  ભાવ વધી  ૧૦ કિલોના  રૂ.૧૨૪૫ રહ્યા હતા.   માગ વધતાં  પામતેલમાં  આજે  હજાર ટનના   વેપાર  થયા હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  કંડલાના  ભાવ વધી  રૂ.૧૨૨૫  બોલાયા હતા.  સોયાતેલના  ભાવ વધી  ડિગમના   રૂ.૧૨૩૫  તથા રિફા.ના  રૂ.૧૨૪૫   રહ્યા હતા. સન ફલાવરના ભાવ વધી  રૂ.૧૨૪૦ તથા  રિફા.ના  રૂ.૧૩૦૦ બોલાયા હતા.   જો કે મસ્ટર્ડના  ભાવ  ઘટી રૂ.૧૬૩૦ તથા રિફા.ના રૂ.૧૬૬૦  રહ્યા હતા.

edible oils duty
Effective import duty on various edible oils imported into the country increased

કપાસિયા તેલ વધી  રૂ.૧૩૨૦  રહ્યું હતું.   સિંગતેલ રૂ.૧૩૪૦ રહ્યું  હતું. સૌરાષ્ટ્ર  ખાતે કોટન વોશ્ડ  વધી  રૂ.૧૨૬૦થી ૧૨૬૫ રહ્યું  હતું.  અમેરિકામાં  આજે પ્રોજેકશનમાં   સોયાતેલના  ભાવ  ૬૬થી ૬૭  પોઈન્ટ  ઉંચા રહ્યા હતા.  એરંડા વાયદો  રૂ.૬૮ વધી રૂ.૬૫૦૦ વટાવી ગયો હતો. દરમિયાન  મુંબઈ હાજર દિવેલ તથા હાજર એરંડાના ભાવ  આજે શાંત હતા.   મુંબઈ ખોળ બજારમાં   ટનદીઠ ભાવ  જોકે એરંડા ખોળના  રૂ.૧૦૦ વધ્યા હતા.    જ્યારે  સોયાખોળના  ભાવ રૂ.૮૦૦ ઉંચકાયા હતા.    સનફલાવર ખોળના ભાવ  જો કે  ટનના રૂ.૧૦૦૦ તૂટયા  હતા. અન્ય  ખોળો શાંત હતા.

edible oils duty
Effective import duty on various edible oils imported into the country increased

દરમિયાન, મુંબઈ  હાજર બાજરમાં આજે   કોપરેલના  ભાવ ૧૦  કિલોના રૂ.૧૫૬૦ વાળા  રૂ.૧૫૪૦ રહ્યા હતા.  ઈન્ડોનેશિયામાં  દુધાળા  પશુઓ વ્યાપક  પ્રમાણમાં   મૃત્યુ પામતાં બે  ગામડાઓને  રેડ એલર્ટમાં   મુકાયા છે.   આનો  વ્યાપ  વધતાં ત્યાં  પામતેલનાઉત્પાદન પર અસર પડવાની  ભીતિ  અમુક વર્ગ   બતાવી રહ્યો હતો.    મલેશિયામાં  આજે પામતેલનો  વાયદો ૧૦ ૮ પોઈન્ટ  ઉછળ્યો હતો.  ઘરઆંગણે વિવિધ  મથકોએ કોટન વોશ્ડના ભાવ  ઉછળી રહ્યાના   નિર્દેશો હતા.  દરમિયાન,  રૂની ઓલ ઈન્ડિયા  આવકો   આજે ૧ લાખ ૩૫થી ૪૦ હજાર ગાંસડી આવી  હતી.

Related posts

શેરમાર્કેટમાં રોકાણ કરવા ઇચ્છો છો? તો આ રીતે શોધો સસ્તા સ્ટોક્સ

Mukhya Samachar

સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સ ખુલતાની સાથે 700થી વધુ પોઈન્ટ તૂટ્યો!

Mukhya Samachar

શું બજેટ 2023માં યુલિપની સમાન મ્યુચ્યુઅલ ફંડ્સ પર કર મુક્તિ ઉપલબ્ધ થશે? જાણો શું છે તેની અપેક્ષા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy