Mukhya Samachar
Gujarat

છેલ્લા 10 વર્ષમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં 250 ગણો વધારો કરાયો! આ વખતની ચૂંટણીમાં મર્યાદા કરાઇ આટલી

Election expenses of candidates increased 250 times in last 10 years! This is the limit set in this election

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. છેલ્લા એક દાયકાની વાત કરીએ તો ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચને 250% વધાર્યો છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર પોતાના પ્રચાર માટે માત્ર 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતા હતા. 2022ની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે 2022માં વિધાનસભા ચૂંટણી માટે આ રકમ વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આમ તો રાજકીય ખર્ચનો યોગ્ય હિસાબ કોઈની પાસે નથી હોતો. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખ રુપિયા હતી. વર્ષ 2022માં યોજાયેલી પેટાચૂંટણી માટે એક ઉમેદવાર 95 લાખ સુધીનો ખર્ચ કરી શકતા હતા.

Election expenses of candidates increased 250 times in last 10 years! This is the limit set in this election

ગુજરાતના એક મોટા નેતાએ ચૂંટણી દરમિયાન થતા ખર્ચ વિશે વાત કરતાં કહ્યું કે પ્રથમવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે ચૂંટણી પંચ એક ખાસ કાર્યક્રમ પણ ચલાવે છે, જેથી તે ઉમેદવારને તેની કાયદાકીય માહિતી મળી શકે. ચૂંટણીમાં વધુ પડતા ખર્ચના કિસ્સામાં ચૂંટણી પંચ ઉમેદવારને નોટિસ પણ આપી શકે છે.

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અનેક સરકારી સંસ્થાઓને દરેક ઉમેદવાર પર નજર રાખવા જણાવ્યું છે. જેમાં આવકવેરા વિભાગ, રાજ્ય પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ, સહિત ઘણી એજન્સીઓ સામેલ છે.

ચૂંટણી પંચે રાજ્યના આબકારી વિભાગને પણ રાજ્યની ચૂંટણી દરમિયાન દારૂના ઉત્પાદન પર સતત દેખરેખ રાખવા પણ કહ્યું છે. ચૂંટણી પંચ સી વિજિલ એપ પર સારી રીતે કામ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

Related posts

અંડર ગ્રેજ્યુએશનમાં ઉમેરાશે બે નવા વિષય! ગુજરાતની આ મોટી યુનિવર્સિટીએ લીધો નિર્ણય

Mukhya Samachar

ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પાણીમાં ફસાતા રેસક્યું કરાયું

Mukhya Samachar

રાજકોટમાં નવી પહેલ : હવે ઘર બેઠાજ નોંધાવી શકાશે પોલીસ ફરિયાદ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy