Mukhya Samachar
Politics

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો! આપે જાહેર કરી ઉમેદવારોની 12મી યાદી

Election war in Gujarat! 12th list of candidates announced

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 12મી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી આજે વધુ એક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજના ઉમેદવારી લિસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કરાયા છે.

આપ દ્વારા 12મી યાદીમાં વધુ 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અંજારથી અર્જન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજળ વ્યાસ, ઝઘડિયાથી ઊર્મિલા ભગનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

Election war in Gujarat! 12th list of candidates announced

આજે આપના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરતાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ સાથે જ આપના યુવરાજસિંહની ટિકિટ પાછી ખેંચવામાં આવી છે. યુવરાજસિંહ હવે દહેગામથી નહીં લડે. યુવરાજસિંહે બેઠક પરથી નામ પાછુ ખેંચ્યું છે. વિરોધ બાદ ટિકિટ બદલાઈ હોવાની ચર્ચા છે. દહેગામમાં સ્થાનિકને ટિકિટ આપવાની માગ હતી. યુવરાજને સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે. હવે દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી પર દરેક વિધાનસભાના ઉમેદવારને જીતાડવાનું ભારણ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 7 વિધાનસભા માટે વ્યૂહ રચના માટે આપ પાર્ટીના યુવરાજ સિંહને નિમવામાં આવ્યા છે.

 

 

Related posts

આમ આદમી પાર્ટીએ પંજાબના સી એમ ઉમેદવાર કર્યા જાહેર

Mukhya Samachar

ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામા મામલે આવ્યો મોટો વળાંક

Mukhya Samachar

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCPનું થયું ગઠબંધન!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy