Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    December 8, 2023

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023

    શિયાળામાં શરદી થાય તો ખાઓ લોટનો હલવો, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત, જાણો બનાવવાની રીત

    December 8, 2023
    Facebook Instagram
    Trending
    • દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.
    • Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત
    • આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.
    • લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ
    • શિયાળામાં શરદી થાય તો ખાઓ લોટનો હલવો, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત, જાણો બનાવવાની રીત
    • ITની રેડમાં મળ્યા કરોડો રૂપિયા કે ટ્રક નાનો પડી ગયો, પૈસા ગણવાનું મશીન પણ ખોટકાય ગયું, કોંગ્રેસના MP પાસે આટલા આવ્યા પૈસા ક્યાંથી?
    • ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું, ‘એ દિવસ દૂર નથી જ્યારે દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનું અંતર અઢી કલાકમાં થશે પૂરું
    • અગ્નિ-1 મિસાઈલનું કરાયું સફળ પ્રક્ષેપણ, લઈ જઈ શકે છે 1000 કિલોનું પરમાણુ હથિયાર
    Saturday, 9 December 2023
    Mukhya SamacharMukhya Samachar
    Facebook Instagram YouTube
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Mukhya SamacharMukhya Samachar
    E-Papaer
    Home » Blog » અંતે વાઇબ્રન્ટ સમિટ પર પણ લાગ્યું કોરોના ગ્રહણ સમિટ મોકૂફ રખાઇ
    Gujarat

    અંતે વાઇબ્રન્ટ સમિટ પર પણ લાગ્યું કોરોના ગ્રહણ સમિટ મોકૂફ રખાઇ

    Mukhya SamacharBy Mukhya SamacharJanuary 6, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    vaibrant summit postpond
    Eventually the Vibrant Summit also felt the Corona Eclipse Summit was postponed
    Share
    Facebook Twitter WhatsApp Telegram
    • ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય
    • વાઈબ્રન્ટ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવામા આવી
    • વાઈબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી વેપારીઓ આવવાના હતા

    રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિઅન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે.

    vaibrnat summit postpond
    Eventually the Vibrant Summit also felt the Corona Eclipse Summit was postponed

    કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.

    મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણ કારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

    vaibrant summit postpond
    Eventually the Vibrant Summit also felt the Corona Eclipse Summit was postponed

    આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું. આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.

    BHUPENDRA PATEL cm CMO GUJRAT corona gujrat corona OMICRON vaibrant vaibrant gujrat vaibrant summit cancel

    Related Posts

    ભૂકંપના કારણે ગુજરાત હચમચી ગયું, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 હતી

    December 8, 2023

    ડિજિટલ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે ભારત, ગ્રાહકથી નિર્માતા સુધીની સફર પૂર્ણ થઈ ગઈ છેઃ રાજીવ ચંદ્રશેખર.

    December 8, 2023

    વિશ્વસ્તરીય સુવિધાઓના આધારે ગિફ્ટ સિટી બની રહી છે સર્વિસ સેક્ટરની પસંદગી, તે રોકાણ માટે છે સારી જગ્યા

    December 7, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    December 8, 2023

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023

    દિલ્હીથી માત્ર 5 કલાકના અંતરે આવેલી છે આ જગ્યાઓ, તમે અહીં વીકએન્ડ પર પ્લાન કરી શકો છો.

    Travel December 8, 2023

    વર્કિંગ પ્રોફેશનલ્સ અઠવાડિયું શરૂ થતાં જ સપ્તાહાંતની રાહ જોવાનું શરૂ કરે છે. જ્યારે કેટલાક લોકો…

    Jio એ રજૂ કર્યો નવો અનલિમિટેડ 5G પ્લાન, 84 દિવસની માન્યતા સાથે મળશે મફત OTT સબ્સ્ક્રિપ્શન; જાણો કિંમત

    December 8, 2023

    આકાશમાં લક્ઝરી હોટલ! વાદળો વચ્ચે રાત વિતાવવાની તક, જિમથી સ્વિમિંગ પૂલ જેવી શાહી સુવિધાઓ.

    December 8, 2023

    લેહેંગા સાથે બનાવો આ અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ, મળશે આકર્ષક દેખાવ

    December 8, 2023
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2023 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY & Developed by : BLACK HOLE STUDIO

    Type above and press Enter to search. Press Esc to cancel.