Mukhya Samachar
BusinessNational

દેશમાથી થાતી જેમ્સ-જ્વેલરીની નિકાસ 4.21 ટકા ઘટી

jems and jewwlery export
  • જેમ્સ-જ્વેલરીની નિકાસ 4.21 ટકા ઘટી
  • નવેમ્બર માસમાં રૂ.17,785 કરોડની નિકાસ નોંધાઇ
  • દિવાળીના તહેવારોમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી અટકતા નિકાસ ઘટી

 

ગુજરાત રાજ્યના સુરત શહેરે વિશ્વમાં નામના મેળવી છે. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેર માથી વર્ષે કરોડો રૂપિયાના જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સુરત ડાયમંડ ક્ષેત્રે અજોડ છે. ત્યારે દેશમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ નવેમ્બર માસમાં નજીવી ઘટી છે. દિવાળીના તહેવારોમાં સેક્ટરમાં મેન્યુફેક્ચરીંગમાં ઘટાડો થવાના કારણે નવેમ્બરમાં ભારતની એકંદર જેમ અને જ્વેલરીની નિકાસ ગયા વર્ષના સરખામણીમાં 4.21 ટકા ઘટીછે. રૂ. નવેમ્બર 2020 દરમિયાન કુલ નિકાસ રૂ. 18,565.31 કરોડની હતી. જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસમાં ઘટાડો થવાનું કારણ દિવાળી દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં ઘટાડો છે. “2021 સુધીમાં ભારતની જેમ અને જ્વેલરીની નિકાસનું પ્રદર્શન ગયા વર્ષની તુલનાએ આ વર્ષે અપેક્ષા કરતાં ઘણું સારૂ રહ્યું છે.

jems and jewwlory export

Exports of gems and jewelery from the country fell by 4.21 per cent

વિશ્વના સૌથી મોટા જ્વેલરી વપરાશકાર રાષ્ટ્ર યુએસએ આ વર્ષે ભારતમાંથી ખરીદી વધારી છે. ચાલુ નાણાકીય વર્ષમાં 41.65 બિલિયન ડોલરનો લક્ષ્યાંક હોવાનું GJEPCના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવેમ્બરમાં દિવાળી દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં ઘટાડાના કારણે શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે નજીવો ઘટાડો થયો છે. એપ્રિલ-નવેમ્બરના સમયગાળા માટે કલર જેમ્સની કામચલાઉ કુલ નિકાસ પણ ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 755.2 કરોડની સરખામણીએ રૂ. 1,480.96 કરોડ એટ્લે કે 96.1 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

જ્યારે દાગીનાની વાત કરવામાં આવે તો  સોનાના દાગીનાની કુલ નિકાસ નવેમ્બરમાં 38.24 ટકા વધીને રૂ. 5,286.23 કરોડ થઈ હતી ગયા વર્ષની સરખામણીએ રૂ. 3,823.82 કરોડ  હતી. એપ્રિલ-નવેમ્બર 2021ના સમયગાળા માટે ચાંદીના આભૂષણોની કામચલાઉ કુલ નિકાસ રૂ. 10,419.33 કરોડ  સામે રૂ. 12,552.39 કરોડ  પર 20.47 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સુરત સહિતના શહેરમાં રહેલ જેમ્સ એન્ડ જ્વેલર્સના એક્સપોર્ટ કરનાર વેપારીઓ આશા રાખી રહ્યા છે કે, આવતા સમયમાં નિકાસમાં જે ઘટાડો થયો છે. તે ફરી વધી જશે.

Related posts

પશ્ચિમ બંગાળના બાંકુરામાં ટ્રક પલટી જતાં ચારનાં મોત, બેની હાલત ગંભીર

Mukhya Samachar

મુકેશ અંબાણીના ખાતામાં વધુ એક સફળતા, જર્મન ફર્મ મેટ્રો એજીનો ભારતીય બિઝનેસ હસ્તગત કરશે રિલાયન્સ

Mukhya Samachar

ભાજપ આજે સાંજ સુધીમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy