Mukhya Samachar
Gujarat

ગુજરાતના ખેડૂતો કરશે ક્રાંતિ : ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ

Farmers of Gujarat will be able to spray medicine with drones
  • ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે
  • આ યોજનાનો લાભ લેવા માટે 28 જુલાઇ 2022થી એકમાસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
  • ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે

રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે. રસાયણો, નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક છે ડ્રોન ટેક્નોલોજી અને બીજી છે કૃષિ વિમાનના ઉપયોગ.નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ 2 થી 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે 28 જુલાઇ 2022થી એકમાસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા સહાયનું ધોરણ ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં ૪૦% વધારાની સાથે પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે.

Farmers of Gujarat will be able to spray medicine with drones

વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની 100% રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 5મી ઓગસ્ટે રોજ સવારે 9 કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલિપ સંઘાણી ઉપસ્થિત રહેશે. જ્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ખાતેથી અને કૃષિ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામેથી શુભારંભ કરાવશે. જ્યારે ડાંગ જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાઓમાં 5 ઑગષ્ટે જ શુભારંભ કરવામાં આવશે.

પીએમ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સહિત અનેકવિધ નવા આયામો -સુધારા અમલી બનાવ્યા છે. પીએમ મોદીના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.3500 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 1.40 લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે પ્રથમ યોજનામાં એટસોર્સ પદ્ધતિમાં કુલ રૂ.1200 લાખની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. જેના થકી 1500 એકરના બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવી નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.જ્યારે બીજી યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પદ્ધતિમાં કુલ રૂ.2300 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ મારફત લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ગત તા.28 જુલાઈ 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Farmers of Gujarat will be able to spray medicine with drones

ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાશે. આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીએ અનુરોધ પણ કર્યો હતો.

તેમણે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સહાયકારી યોજનાથી ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદાઓ થશે તેમ જણાવતાં કહ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી -કૃષિ વિમાનના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેક્ટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે. જેમાં રસાયણનો 90% થી વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે.

Related posts

અમદાવાદમાં નકલી પોલીસે દિવાળી મનાવવા યુવાનનું દિવાળું ફુકિ માર્યું

Mukhya Samachar

વડાપ્રધાન મોદી આવતી કાલથી 3 દિવસ ગુજરાત પ્રવાસે! વિવિધ યોજનાઓની આપશે ભેટ

Mukhya Samachar

વાલીઓ પર વધુ એક બોઝ! રાજકોટની 307 ખાનગી શાળાઓને 7 ટકા ફી વધારાની મળી મંજૂરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy