Mukhya Samachar
Gujarat

સાબરકાંઠામાં હિંમતનગરના રંગપુર પાટીયાએ આવેલી બાલાજી વેફર્સના યુનિટમાં ભીષણ આગ

Fierce fire at Balaji Wafers unit at Rangpur Patiya, Himmatnagar, Sabarkantha
  • હિંમતનગરના રંગપુર પાટિયા પાસેની બાલાજી વેફર્સની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
  • બાલાજી વેફર્સના પ્લાન્ટ પર ફાયરબ્રિગેડની 10 ટીમ દોડી ગઈ
  • વિકરાળ આગને પગલે દૂર દૂર સુધીધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા.

Fierce fire at Balaji Wafers unit at Rangpur Patiya, Himmatnagar, Sabarkantha

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના રંગપુર પાટિયા પાસેની બાલાજી વેફર્સની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટીની નીકળી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. તો આગપર કાબૂ મેળવવા માટે બાલાજી વેફર્સના પ્લાન્ટ પર ફાયરબ્રિગેડની 10 ટીમ દોડી ગઈ છે અનેઆગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. 10મી તારીખે તો ફેક્ટરીનું ઓપનિંગ થવાનું હતું ઉનાળામાં દિવસેને દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. તેમાં હિંમતનગરના રંગપુર ગામ પાસેઆવેલી જાણીતી વેફર્સ કંપની બાલાજીની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. જો કે હજુ સુધી હિંમતનગરની વેફર્સ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Fierce fire at Balaji Wafers unit at Rangpur Patiya, Himmatnagar, Sabarkantha

આગ ફેક્ટરીમાં ફેલાઈ હતી. જેને પગલે બાલાજી વેફર્સની ફેક્ટરીમાં નાસભાગ મચી ગઈ હતી. મળતી વિગતઅનુસાર ફેક્ટરીમાં આકસ્મિક કારણોસર આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં વિકરાળ સ્વરૂપધારણ કર્યુ હતું. જેને પગલે ફેક્ટરીમાં નાસભાગ મચી હતી. વિકરાળ આગને પગલે દૂર દૂર સુધીધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગને પગલે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાની  શક્યતા છે. આગના બનાવની જાણ થતાં ઈડર અને હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટનાસ્થળે 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી હતી.

Related posts

પ્રશાંત કિશોરનો મોટો દાવો! કહ્યું: ગુજરાતમાં આ પાર્ટી બનાવશે સરકાર

Mukhya Samachar

AAPએ ચાર ધારાસભ્યોનું વધાર્યું કદ, મોકલ્યા સીધા રાષ્ટ્રીય સંગઠનમાં, આ નેતાને મળી વધુ એક જવાબદારી

Mukhya Samachar

ઉતર ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી! ભિલોડામાં 2કલાકમાં 2ઇંચ ખાબક્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy