Mukhya Samachar
National

નાણા મંત્રીએ બજેટનો પટારો ખોલ્યો, નવી યોજનોની કરી જાહેરાત

budget 2022-23
  • નાણાં મંત્રીએ બજેટનો પટારો ખોલ્યો
  • કૃષિ, ઉદ્યોગ સહિતના સેક્ટર માટે કરી જાહેરાત
  • સંસદમાં બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સિતારામન

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં કેબિનેટ દ્વારા પણ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પેપરલેસ બજેટ વાંચવાનું શરૂ કર્યું છે.  નિર્મલા સિતારામન બજેટની રજૂઆત કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે નવા બજેટમાં MSME (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીસ)ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરુ થશે. 5 વર્ષમાં 6000 કરોડ રુપિયા આપવમાં આવશે.

budget 2022-23
Finance Minister unveils budget, announces new plans

ઉદયમ, ઈ-શ્રમ, NCS અને અસીમ પોર્ટલ સાથે જોડવામાં આવશે. તેનાથી તેમની સંભાવનાઓ વધશે. હવે તે લાઈવ ઓર્ગેનિક ડેટાબેસ સાથે કામ કરનારા પ્લેટફોર્મ હશે. તેનાથી ક્રેડિટ સુવિધાઓ મળશે અને આન્ત્રપ્રેન્યોરશિપ માટે સંભાવનાઓમાં વધારો થશે. મહામારી દરમિયાન સ્કુલ બંધ રહેવાથી ગામના બાળકોને બે વર્ષ શિક્ષણથી વંચિત રહેવું પડ્યું. પીએમ ઈ-વિદ્યા અંતર્ગત એવા બાળકો માટે એક ક્લાસ-એક ટીવી ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે ચેનલ 12થી વધારીને 200 કરવામાં આવશે. આ ચેનલો તમામ ભાષાઓમાં હશે. વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ટેક્નિકની મદદ લેવામાં આવશે.

budget 2022-23
Finance Minister unveils budget, announces new plans

એક ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત એક્સપ્રેસ બનશે. નેશનલ હાઈવે નેટવર્ક 25 હજાર કિલોમીટર સુધી વધારાશે. આ મિશન માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. અમારો પ્રયત્ન 60 લાખ નવા રોજગારનું સર્જન કરવા પર રહેલીછે. આની સાથે જ અમે ગરીબો માટે 80 લાખ ઘર બનાવીશું. 2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરાશે, જેમાં ચિપ પણ લાગેલી હશે. ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરાશે. કિસાન ડ્રોનનો ઉપયોગ કરાશે. તેનાથી પાક મુલ્યાંકન, જમીન માપણી, દવાનો છંટકાવ કરવામાં આવશે.

Related posts

આર્મી ચીફે લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી, ભવિષ્યના જોખમો-સ્વદેશી હથિયારો જાણો શું આપ્યું નિવેદન

Mukhya Samachar

હાઈકોર્ટે બોમ્બ બ્લાસ્ટના આરોપીની સજા કેમ પલટી, ઘટનાથી લઈને આરોપીઓને છોડાવવા સુધીની વાર્તા

Mukhya Samachar

SC આજે ‘ધનુષ અને તીર’ પ્રતીક પર ECના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેની અરજી પર કરશે સુનાવણી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy