Mukhya Samachar
Cars

મર્સિડીઝ બેન્ઝે શોકેસ કરેલી નવી ઈ- કારમાં શું સુવિધા છે જાણો

Mercedes Benz e car
મર્સિડીઝ બેન્ઝે શોકેસ કરી નવી બે ઇલેક્ટ્રિક કાર
માત્ર 3.5 સેકંડમાં 0-100 કિમીની સ્પીડ પકડી લેશે
મર્સિડીઝ બેન્ઝે નવી પાવરફુલ ઇલેક્ટ્રિક કાર AMG EQE શોકેસ કરી

જર્મન ઓટોમોબાઇલ કંપની મર્સિડીઝ બેન્ઝે વર્ષ 2021ની શરૂઆતમાં ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક AMG મોડેલ EQS શોકેસ કર્યાં બાદ ઇલેક્ટ્રિક લાઇનઅપમાં તેનું બીજું મોડેલ AMG EQE શોકેસ કરી દીધી છે. મર્સિડીઝ AMG EQEએ જર્મન ઓટોમોબાઇલ કંપનીની પર્ફોર્મન્સ કાર શોકેસ કરી છે. આ કાર મર્સિડીઝ બેન્ઝના EVA 2  પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. મર્સિડીઝ બેન્ઝે 2 ટોપ AMG વર્ઝન સાથે EQE રેન્જ વધારી છે, જેમાં 4-વ્હીલ ડ્રાઇવ સ્ટાન્ડર્ડ મળશે. EQE 43 4Matic અને EQE 53 4Matic+ વર્ઝનમાં રજૂ થઈ છે. મર્સિડીઝની ઇલેક્ટ્રિક સિડેનમાં પણ AMG હેઠળ E-ક્લાસની જેમ જ પાવર આઉટપુટ મળે છે.

Mercedes Benz e car
Find out what features the new e-car showcased by Mercedes Benz,

લુક અને ડિઝાઇનની વાત કરીએ તો મર્સિડીઝ AMG EQEમાં વર્ટિકલ ક્રોમ સ્ટ્રટ્સ સાથે AMG-સ્પેસિફિક બ્લેક પેનલ ગ્રિલ અને ફ્રંટમાં ‘AMG’ લેટરિંગ સાથે ઇન્ટિગ્રેટેડ મર્સિડીઝ સ્ટાર મળે છે. કાર ખોલતી અને બંધ કરતી વખતે એક સ્પેશિયલ AMG પ્રોજેક્શન સાથે સિગ્નેચર LED હેડલાઇટ્સ આપવામાં આવી છે. ફ્રંટ બંપરનો કલર કારના કલર જેવો છે, જે ફ્રંટ એપ્રનના કોન્ટ્રાસ્ટમાં છે. તેને ક્રોમ ઇન્સર્ટ સાથે હાઈ-ગ્લોસ બ્લેકમાં પેઇન્ટ કરવામાં આવ્યો છે. AMG સાઇડ પેનલમાં હાઈ-ગ્લોસ બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. કારની પાછળની બાજુ AMG EQEમાં મોટું રિઅર સ્પોઇલર આપવામાં આવ્યું છે. બંને AMG EQEમાં હળવા એલોય વ્હીલ આપવામાં આવ્યાં છે.

Mercedes Benz e car
Find out what features the new e-car showcased by Mercedes Benz,

AMG EQEની કેબિન લક્ઝુરિયસ બનાવવામાં આવે છે. તેમાં સ્પોર્ટી અને અટ્રેક્ટિવ ગ્રાફિક્સ સાથે AMG સીટ્સ અને માઇક્રોક્યુટ માઇક્રોફાયબર અને રેડ ડેકોરેટિવ ટોપ સ્ટિચિંગ આપવામાં આવ્યું છે. ફ્રંટ સીટની બેકરેસ્ટ પર AMG બેજ અને ફ્રંટ હેડ રેસ્ટમાં એમ્બોઝ થયેલો AMGનો સિમ્બોલ પણ આપવામાં આવ્યો છે.

Mercedes Benz e car
Find out what features the new e-car showcased by Mercedes Benz,

AMG EQE 43 4Maticમાં 476 hp પાવર અને 855 Nm ટોર્ક મળે છે. આ કાર ફક્ત 4.2 સેકંડમાં કલાક દીઠ 4.2 કિમીની સ્પીડ પકડી લે છે. તેમજ, તેમાં કલાક દીઠ 210 કિમીની ટોપ સ્પીડ મળે છે. તેમાં 90.6 kWh લિથિયમ બેટરી પેક આપવામાં આવ્યું છે, જે ડ્રાઇવિંગની સ્થિતિને ધ્યાનમાં રાખીને 462 કિમીથી લઇને 533 કિમી સુધીની રેન્જ આપે છે.

Related posts

Normal Vs Power Petrol: વાહનની માઇલેજ અને સ્પીડ બંને વધારવા માંગો છો, તો જાણો શું છે તમારા માટે બેસ્ટ

Mukhya Samachar

Renault Kwid vs Maruti S Presso: કઈ કાર ખરીદવી છે નફાકારક ડીલ, જાણો ફીચર્સ, માઈલેજમાં તફાવત

Mukhya Samachar

Alto કરતા પણ મોટું એન્જિનછે આ બાઈકનું જાણો Ducatiના આ નવા મોડલ ની વિશિષ્ટતા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy