Mukhya Samachar
Tech

જાણો શું સાવધાની રાખી ને તમે ઈન્ટરનેટની દુનિયામાં તમારા ડેટા ને સુરક્ષિત રાખી શકો છો

Find out what precautions you can take to keep your data safe in the Internet world

ઘણી વાર તમારી સાથે એવું થયું હશે કે તમે કોઈ પ્રોડક્ટ ઓનલાઈન સર્ચ કરી હોય પણ ખરીદી ન હોય અને ત્યાર બાદ ઈન્ટરનેટ એ પ્રોડક્ટની જાહેરાત તમને સતત દર્શાવે અથવા કોઈ માહિતી શેર કર્યા વિના જ વીમા કંપની કે કોઈ અન્ય કંપની સતત તેમની સેવાઓ વિશે તમને SMS અથવા ઈ-મેઈલ કરે તે પણ તમારા નામ સાથે. જોકે, અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે તમે તો કોઈ માહિતી તેમની સાથે શેર કરી નથી તો પણ તેમની પાસે તમારો ડેટા કઈ રીતે પહોંચ્યા?

આ પ્રશ્ન સાથે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે ભારતમાં ડેટા કેટલો સિક્યોર છે? ડેટાનું એવું તે કયું માર્કેટ છે, જ્યાં તમારા આ અંગત ડેટાની લે-વેચ થાય છે? અને અતિ મહત્ત્વનું કે ભારતનો કાયદો આ મામલે શું કહે છે? તમે બેન્ક/કૉલેજ કે કોઈ ઓનલાઈન એપ પર રજિસ્ટ્રેશન વખતે આપેલી વિગતો અથવા સ્ટોર કરી રાખેલી કાર્ડની વિગતો કેટલી સિક્યોર છે?

Find out what precautions you can take to keep your data safe in the Internet world

સાયબર સિક્યોરિટી એક્સપર્ટ જણાવે છે કે ઘણી કંપનીઓમાં ડેટા બ્રીચ થતો હોય છે. જોકે, એવી એજન્સી પણ છે જે ડેટા પ્રોટેક્ટ કરે છે, પરંતુ તેથી વિરુદ્ધ આ ડેટા ત્રીજી વ્યક્તિને વેચવામાં પણ આવે છે. ડેટા કેટલો સુરક્ષિત છે તેનો ઘણો આધાર સર્વર પર છે. ઘણી કંપનીઓ રેનટેડ સર્વર પર પોતાનો ડેટા રાખે છે. તેથી ડેટા લીક થવાની કે ચોરી થવાની શક્યતાને નકારી શકાય નહીં. તેનું એક મૂળભૂત કારણ એ છે કે ભારતમાં હજી પણ ડેટા પોલિસી ઍક્ટ અમલમાં નથી અને તેને કારણે ડેટાનો વ્યાપાર કરનારી એજન્સી માટે આ એક સોનેરી તક છે

તમે એકાદ વસ્તુ ઓનલાઈન સર્ચ કરો છો ત્યાર બાદ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય જગ્યાએ પણ તમને એજ વસ્તુ બતાવે જે સર્ચ કરી હતી તેની એડ બતાવવામાં આવે છે અને આખરે વસ્તુ તમે ખરીદો છો. જેનાથી કંપનીને નફો થાય છે

Find out what precautions you can take to keep your data safe in the Internet world

પેમેન્ટ એપ્લિકેશન વાપરતી વખતે સામાન્ય રીતે લોકો પોતાના ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો ભવિષ્યમાં ઉપયોગ માટે ત્યાં સેવ કરે છે આ કારણે તેમની કાર્ડની વિગતો લીક થવાની શક્યતા વધી જાય છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા જ્યારે જરૂર હોય ત્યારે ફરી કાર્ડની વિગતો ટાઈપ કરી લેવી જોઈએ

ભારતમાં એક વ્યક્તિના ડેટા (નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી, સરનામું વગેરે)ની કિંમત લગભગ 25 પૈસા છે અને ઘણા કિસ્સાઓમાં તેની કિંમત પ્રતિ વ્યક્તિ માત્રને માત્ર 10 પૈસા હોય છે

કોઈ સાથે સાયબર ફ્રોડ થયો હોઈ તો તેમણે નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી જોઈએ અથવા ઓનલાઈન cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે એ પછી સંબંધિત અધિકારી 24 કલાકની અંદર વધુ વિગતો અને પુરાવા માટે ફરિયાદીને ફોન કરશે. કોઈ સંસ્થા દ્વારા ડેટા ચોરીની ફરિયાદ પણ સાયબર સેલમાં થઈ શકે છે

 

Related posts

જાણો એન્ડ્રોઇડ અને આઇફોન વચ્ચે શું તફાવત છે કેમ લોકો આઇફોનને વધુ પસંદ કરે છે

Mukhya Samachar

શું તમારો પણ કોલ રેકોર્ડ થાય છે?તો તેનાથી બચવા માટે જાણો આ સરળ ટ્રિક

Mukhya Samachar

ટ્વિટરે હવે આ સેવા માટે પૈસા લેવાનું શરૂ કર્યું, આજે જ બદલો એકાઉન્ટની સેટિંગ્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy