Mukhya Samachar
Travel

જાણો ભારતીયોની પહેલી પસંદમાં ઓછા ખર્ચે વધુ આવકવાળા ક્યાં દેશો છે

Find out which countries have higher income at lower cost in the first choice of Indians
  • રહેવા અને કમાણી માટે ભારતીયોની પહેલી પસંદ  દુબઈ અને અબૂ ધાબી છે.
  • કતર એરવેઝ ભારતના મુખ્ય શહેરો વચ્ચે ફ્લાઈટ સર્વિસ આપે છે.
  • સિંગાપુર એક ટૂરિસ્ટ પ્લેસ તરીકે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય દેશ છે

 

એક રિપોર્ટ મુજબ આશરે 1 કરોડ 70 લાખથી વધુ  ભારતીયો વિદેશોમાં વસે છે. આ દેશોમાં યુએસએ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જેવા દેશ સામેલ છે. જાણીને નવાઈ લાગશે કે આશરે 1 કરોડ 70 લાખથી વધુ ભારતીયો વિદેશોમાં વસે છે. આવા દેશોમાં યુએસએ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા સહિત પોર્ટુગલ જેવા દેશ પણ સામેલ છે, જ્યાં ભારતીયો મોટા પ્રમાણમાં વસે છે. જોકે મોટાભાગના દેશોમાં Visaના કડક નિયમો અને લાયકાત મુજબ નોકરી મેળવવામાં ઘણા ભારતીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં ઘણા દેશો એવા પણ છે જ્યાં ઓછા ખર્ચે પહોંચીને સ્થાયી થઈ શકાય છે. આ એવા દેશો છે જ્યાં ભારતીયો માટે વધુ આવકના સ્ત્રોત છે. ભારતીયોની નજરમાં પણ વિદેશ જઇ સેટલ થવા માટે આ દેશો પહેલી પસંદમાં ઉતરે છે.

Find out which countries have higher income at lower cost in the first choice of Indians

યુએઈ (United Arab Emirates):
સંયુક્ત આરબ અમીરાત 1970 અને 1980ના દસકા પછીથી વિદેશોમાં રહીને કમાણી કરવા ઇચ્છતા ભારતીયો માટે સોથી પહેલી પસંદ બની રહ્યું છે. યુએઈ કામ કરવા અને રહેવા માટે સૌથી સારા દેશોમાંથી એક છે.  દુબઈ નાણાંકીય કેન્દ્ર, શારજાહ, અજમાન, ઉમ્મ અલ ક્વૈન, ફુજૈરા અને રાસ અલ ખૈમાહ સામેલ છે. એમાં પણ દુબઈ અને અબૂ ધાબી રહેવા અને કમાણી માટેના સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશન છે. સૌથી ખાસ વાત એ છે કે અમીરાત સરકાર હવે 5 અમીરાતના વિકાસ પર ધ્યાન આપી રહી છે જે માટે કુશળ ભારતીયોને ત્યાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સિવાય યુએઈ ભારતીયોને સરળતાથી વિઝિટ, બિઝનેસ અને વર્ક વિઝા ઈશ્યુ કરી રહ્યું છે.

Find out which countries have higher income at lower cost in the first choice of Indians
સિંગાપુરઃ
સિંગાપુર એક ટૂરિસ્ટ પ્લેસ તરીકે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય દેશ છે. આ સાથે કમાણી અને રહેવા માટે પણ સિંગાપુર ભારતીયો માટે બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. સિંગાપુર એશિયામાં એખ વેપાર કેન્દ્ર તરીકે પણ ઉભરી આવ્યું છે. જેના લીધે અહીં ભારતીયોને સરળતાથી નોકરી મળી રહે છે. ખાસ વાત એ છે કે સિંગાપુરનું વાતાવરણ પણ ભારતીયોને અનુકૂળ આવે એમ છે. જોકે અહીં ભારતીય નાગરિકોને વર્ક વિઝા મળવા મુશ્કેલ છે, પરંતુ જરુરિયાત મુજબની લાયકાત હોય તો આ દેશમાં યોગ્ય નોકરી મેળવવી મુશ્કેલ નથી. સિંગાપુર રહેવા માટે ખર્ચાળ છે પરંતુ અહીં આવક પણ વધારે છે.
Find out which countries have higher income at lower cost in the first choice of Indians
બ્રાઝીલઃ
બ્રાઝીલની સરકારે 2019થી ભારતીય નાગરિકો માટે ઓન અલાઈવલ વિઝાની સર્વિસ શરુ કરી છે. બ્રાઝીલ સરકાર એવા ભારતીયોને એના દેશમાં આવકારો આપી રહી છે જે અહીંના વિકાસમાં મદદ કરી શકે. એક રિપોર્ટ મુજબ બ્રાઝીલમાં ભારતીય મૂળના આશરે 9500 લોકો વસે છે.
Find out which countries have higher income at lower cost in the first choice of Indians
બેલ્જિયમઃ
બેલ્જિયમ એક સુંદર અને યુરોપિયન સંઘનો સભ્ય દેશ છે. આ દેશ નેધરલેન્ડ, ફ્રાંસ, જર્મની અને લક્ઝમબર્ગ પાસે સ્થિત છે. હાલમાં અહીં 7000થી વધુ ભારતીય મૂળના લોકો વસે છે.  જોકે અહીં વર્ક વિઝા મેળવવા મુશ્કેલ કામ છે, કારણ કે યુરોપિયન સંઘના સભ્ય ના હોય એવા દેશોના નાગરિકોને અહીં કામ આપવુ મુશ્કેલ બની રહે છે. આ દેશ કેટલીક ફોર્માલિટિઝ પૂરી કર્યા પછી ભારતીય પ્રવાસીઓને નાગરિકતા આપે છે.
Find out which countries have higher income at lower cost in the first choice of Indians
કતરઃ
કતર ભારતીયો માટે રહેવા અને કામ કરવા માટે સૌથી સારા દેશોની યાદીમાં ટોચ પર આવે છે. આ દેશમાં ભારતીય પ્રવાસીઓ મોટા પ્રમાણમાં વસે છે, આંકડા મુજબ આશરે 7 લાખ ભારતીયો અહીં કામ કરે છે અને વસે છે. ખાસ વાત એ છે 2017 પછી કતરે ભારતીય નાગરિકો માટે વિઝિટ, બિઝનેસ અને વર્ક વિઝાના નિયમો હળવા કર્યા છે. કતર એરવેઝ દોહા અને ભારતના મુખ્ય શહેરો વચ્ચે ફ્લાઈટ સર્વિસ આપે છે.

Related posts

દક્ષિણ ભારતમાં મજા માણવી હોય તો મુલાકાત લો આ સ્થળોની

Mukhya Samachar

સમર સ્પેશીયલ! મહારાષ્ટ્ર કે રાજસ્થાન ફરવા જવા માટે ભારતીય રેલ્વેએ ખાસ ટ્રેનો શરૂ કરી છે જાણો એ ટ્રેનો વિષે

Mukhya Samachar

જો તમારે પણ બનવું છે ટ્રાવેલર તો મનમાં આ વાતની વાળીલો ગાંઠ! ચોક્કસ ફાયદો થશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy