Mukhya Samachar
National

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રેલીમાં ફાયરિંગ! ઘટનામાં ઇમરાન ખાન થયા ઝખમી

Firing in the rally of Pakistan's former Prime Minister Imran Khan! Imran Khan was injured in the incident

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની રેલીમાં ફાયરિંગ થયું છે જેમાં તે ઘાયલ થયાં છે. ઘટનામાં વધુ 4 લોકો પણ ઘાયલ થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

Firing in the rally of Pakistan's former Prime Minister Imran Khan! Imran Khan was injured in the incident

પાકિસ્તાનનાં પૂર્વ પીએમ ઇમરાન ખાન પર ફાયરિંગ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઇમરાન ખાન પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢી કહ્યાં હતાં. તે વર્તમાન સરકાર વિરુદ્ધ સડકો પર લગાતાર પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારથી તોશખાના મુદે ઇમરાન ખાન દોષી જાહેર થયાં છે ત્યારથી આ  આઝાદી માર્ચ શરૂ થઇ છે. જે આજે પણ નિકળી હતી જેમાં ઇમરાન ખાન પર ફાયરિંગ કરવામાં આવી. આ સિવાય પૂર્વ રાજ્યપાલ ઇમરાન ઇસ્મેલ પણ ગોળીબારમાં જખમી થયાં છે.

પાકિસ્તાન ન્યૂઝના અહેવાલ મુજબ, ગોળી વાગવાથી ઈમરાન ખાન ઘાયલ થયા છે. તેમને જમણા પગમાં ગોળી વાગી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. જોકે, બાદમાં સમાચાર એજન્સી PTIએ ઈમરાન ખાન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

 

Related posts

વિક્રમ-1ને એક વર્ષની અંદર લોન્ચ કરશે સ્કાયરૂટ, અંતરિક્ષ યાત્રાનો ખર્ચ ઘટાડવા માંગે છે

Mukhya Samachar

દેશની સૌથી ક્રૂર હત્યા! પ્રેમીએ પ્રેમિકાનો 30 ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા; રાત્રે નાખી દેતો હતો જંગલમાં

Mukhya Samachar

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ, દેશો વચ્ચેના સંબંધો થશે વધુ મજબૂત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy