Mukhya Samachar
Entertainment

ફ્લોપ શો! બોક્સ ઓફિસ પર જયેશભાઈ જોરદારનું કલેક્શન નિરાશાજનક

Flop show! Jayeshbhai Jordar's collection at the box office is disappointing
  • ફિલ્મનું બંને દિવસનુ કલેક્શન નિરાશાજનક
  • ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની ભ્રૂણ હત્યા પર આધારિત છે
  • બૉક્સ ઑફિસ પર આટલી ફ્લોપ સાબિત થઇ રહી છે.

Flop show! Jayeshbhai Jordar's collection at the box office is disappointing

બૉક્સ ઑફિસ પર ધીમી શરૂઆત બાદ જયેશભાઈ જોરદારનુ બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે, જે ખૂબ નિરાશ કરનારું છે. રણવીર સિંહ બોલીવુડના એવા કલાકારોમાં સામેલ છે. જેની ફિલ્મ જોવા માટે લોકો ઉત્સુક રહે છે. જેમકે જયેશભાઈ જોરદાર જોવા માટે ઉત્સુક હતા. પરંતુ ફિલ્મને ટીકાકારો અને દર્શકો તરફથી સારો રિવ્યુ મળ્યો નથી. તેથી ફિલ્મનુ ફર્સ્ટ ડેનુ બૉક્સ ઑફિસ કલેક્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે. ઓપનિંગ ડે પર ફિલ્મ અંદાજે 3.25 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી શકી હતી.તો બીજા દિવસે પણ ફિલ્મ કોઈ ખાસ પર્ફોમન્સ બતાવી શકી નથી. બૉક્સ ઑફિસના રિપોર્ટ મુજબ, રણવીર સિંહની જયેશભાઈ જોરદારે બીજા દિવસે 3.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Flop show! Jayeshbhai Jordar's collection at the box office is disappointing

આ રીતે પહેલા અને બીજા દિવસનુ કલેક્શન મળીને ફિલ્મ અત્યાર સુધી માત્ર 7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ હિસાબે જોઈએ તો ફિલ્મનું બંને દિવસનુ કલેક્શન નિરાશાજનક રહ્યું છે. રણવીર સિંહ અભિનીત ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની ભ્રૂણ હત્યા પર આધારિત છે, જેમાં જયેશ નામના ગુજરાતી શખ્સનુ પાત્ર ભજવવામાં આવ્યું છે. રણવીર સિંહ સિવાય ફિલ્મ શાલિની પાંડેએ પણ મહત્વનો રોલ અદા કર્યો છે. આ સાથે ફિલ્મમાં બોમન ઈરાની અને રત્ના પાઠક પણ છે. રણવીર સિંહની ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે.

Related posts

અમિતાભ બચ્ચન હવે દેખાશે ગુજરાતી ફિલ્મમાં:જાણો શું કહ્યું  નિર્માતાએ 

Mukhya Samachar

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની બોલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી : જાણો કઈ ફિલ્મમાં કરશે કામ

Mukhya Samachar

Mirzapur 3: કાલીન ભૈયા કે ગુડ્ડુ પંડિત, કોણ બનશે ‘મિર્ઝાપુર’નો રાજા, ત્રીજી સિઝનમાં ખુલશે અનેક રહસ્યો!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy