Mukhya Samachar
Fitness

આટલી ટિપ્સને ફોલો કરો અને નબળી પડેલી યાદ શક્તિ કરો મજબૂત

short memory
  • કોરોના મહામારી સમયને પગલે યાદ શક્તિ પડી નબળી
  • નાની બાબતો લોકો થયા ભૂલતા
  • નિષ્ણાતોએ આપી કેટલીક ટિપ્સ
short memory
Follow these tips and strengthen your weak memory

શું તમને નાની નાની વાતો જેવીકે તારીખ અને વાર પણ યાદ રહેતા નથી. તો તમે એકલા નથી જેને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય. છેલ્લાં 2 વર્ષથી કોરોના મહામારીએ યાદશક્તિ કમજોર કરી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાને કારણ લોકો ફોકસ કરી શકતા નથી. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટમાં સાયકોલોજીના સીનિયર લેક્ચરર આમિર હુમાયું ઝવાદીએ જણાવ્યું કે માણસોને આદત હોય છે કે તે પરિસ્થિત પ્રમાણે પોતાની જાતને ઢાળી દે છે. છેલ્લાં 2 વર્ષથી લોકોના જીવનમાં કોઈ ખાસ પ્લાન ન હોવાથી તેમને વસ્તુઓ યાદ ન રાખવાની આદત થઈ ગઈ છે. લોકો આવું જ જીવન જીવતા શીખી રહ્યા છે. તેનાથી તેમની યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર નકારાત્મક અસર થઈ રહી છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ન્યુરોબાયોલોજી પ્રોફેસર માઈકલ યાસ્સાના જણાવ્યા પ્રમાણે, મેમરીનો અર્થ એક ફોટો કેપ્ચર કરી તેને યાદ રાખવાનો નથી હોતો. મેમરી એક પળ જીવવાથી બને છે. કોરોના મહામારી દરમિયાન લોકો મેમરી બનાવી શક્યા નહિ. તેમનાં જીવનમાં એવું કશું ખાસ થતું જ નહોતું કે જેને તેઓ યાદ રાખવા માગતા હોય. તેથી તેમને કશું યાદ ન રાખવાની આદત થઈ ગઈ.

short memory
Follow these tips and strengthen your weak memory

જે લોકોને કોરોના સંક્રમણ નથી થયું તેમના દરેક દિવસ એક જેવા હોવાથી, સોશિયલ મીટિંગ ઓછી થવાથી અને એક્સર્સાઈઝ ન કરવાને કારણે બ્રેન ફોગ થવા લાગ્યું છે. બ્રેન ફોગની સ્થિતિમાં વ્યક્તિના વ્યવહારમાં ઝડપથી ફેરફાર આવે છે. આવા લોકોને હંમેશાં થાક, ચીડિયાપણું, ડિપ્રેશન, માથાનો દુખાવો, કામમાં મન ન લાગવું, ઊંઘ આવવી અને નાની વાતો ભૂલી જવા જેવી સમસ્યા રહે છે.

  • યાદ શક્તિ વધારવાની કેટલીક ટિપ્સ
  • સમયસર પૂરતી ઊંઘ લો
  • દરરોજ મિનિમમ 20 મિનિટ એક્સર્સાઈઝ કરો
  • પોષણયુક્ત ખોરાક લો
  • લોકો સાથે વાતચીત કરો
  • દરરોજ કશુંક નવું શીખવાનો પ્રયાસ કરો
  • નિષ્ણાતોના જણાવ્યાનુસાર, મગજને ગમે તે એક્ટિવિટીમાં વ્યસ્ત રાખવું જરૂરી છે. મગજ જેટલું એક્ટિવ રહેશે તેટલી તમારે મેમરી શાર્પ રહેશે. જો બ્રેન ફોગથી પીડાતા હો તો આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.

Related posts

વેરિકોઝ વેઈન્સની સમસ્યામાં આ લીલા શાકભાજી ખાઓ, લક્ષણોમાં ઝડપથી સુધારો થશે

Mukhya Samachar

શું તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ છે?,તો આજમાવો આ ટિપ્સ

Mukhya Samachar

Unhealthy Foods: 30 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી આ ખાદ્યપદાર્થો ટાળો, નહીં તો ‘વૃદ્ધાવસ્થા’ સમય પહેલા આવી જશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy