Mukhya Samachar
National

સરકારનો મોટો નિર્ણય: 15 ઓગસ્ટ સુધી મ્યૂઝિયમ અને સ્મારકો પાર ફ્રી એન્ટ્રી

free-entry-across-museums-and-monuments-till-august-15
  • દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે
  • મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી
  • ઐતિહાસિક સ્થળો 10 દિવસ મફતમાં જોવાનો લ્હાવો

ઐતિહાસિક સ્થળો જોવાના શૌખીન લોકો માટે એક સારા સમાચાર છે. દેશના ઐતિહાસિક સ્થળો 10 દિવસ મફતમાં જોવાનો લ્હાવો છે. સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે.

આગામી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે અને આ માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ સરકારે એન્ટ્રી ફ્રીની જાહેરાત કરી છે. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મેદીએ પોતાના કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને ત્રિરંગો ઉત્સા અને દરેક ઘરમાં સામેલ થવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ તાજમહેલ, કુતુબ મિનાર સહિતના દેશના તમામ સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકશે.

Related posts

ફ્રાન્સમાં મંકીપોક્ષે મચાવ્યો હાહાકાર! એક જ દિવસમાં 1700 નવા કેસ નોંધાયા

Mukhya Samachar

ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં પ્રધાનમંત્રીએ નોર્ડિક શિખર સંમેલનમાં લીધો ભાગ: જાણો  શું છે આ સમિટમાં 

Mukhya Samachar

સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઈક શો રૂમમાં લાગી ભીષણ આગ! ઘટનામાં 8ના મોત નિપજ્યાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy