Mukhya Samachar
Fitness

વજન ઘટાડવાથી લઈને હાડકાં મજબૂત કરવા સુધી મદદ કરશે આ ડ્રાયફ્રૂટ

from-weight-loss-to-strengthening-bones-this-dry-fruit-will-help
  • વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ
  • વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા
  • એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે

વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ હોય છે એવામાં ખાસ કરીને પેટ અને કમર આસપાસ જમા થતી ચરબીથી છુટકારો મેળવવોએ ઘણી અઘરી વાત છે. એવામાં જરૂરી છે દરરોજની લાઈફસ્ટાઈલ અને ખોરાકની આદતોમાં બદલાવ કરવો જોઈએ. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ રહે છે. ખાસ કરીને રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

અખરોટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર, ફૉસ્ફરસ. સેલેનિયમ, જિંક, ફેટી એસિડ અને ઓમેગો-3 ફેટી એસિડ હોય છે. ચાલો જોઈએ અખરોટ ખાવાથી શરીર અને મગજને કેવા ફાયદા મળે છે.

from-weight-loss-to-strengthening-bones-this-dry-fruit-will-help

હાડકાં મજબૂત બને છે
અખરોટ એક એવું ડ્રાયફ્રુટ છે જેમાં આલ્ફા-લીનોલેનિક એસિડ મળી રહે છે અને તેની મદદથી શરીરના હાડકાં મજબૂત બને છે. એટલા માટે અખરોટનું સેવન કરવું જોઈએ.

ડાઈજેશન સારું રહેશે
જે લોકોએ ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે એમને સવારના સમયે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં ફાઈબરની માત્રા ઘણી વધુ હોય છે અને તેનાથી પાચન તંત્ર મજબૂત રહે છે.

from-weight-loss-to-strengthening-bones-this-dry-fruit-will-help

વજન ઓછું કરવામાં મદદગાર
જે લોકો વધતાં વજનને કોઈ પણ રીતે ઓછું નથી કરી શકતા એમને રોજ પલાળેલા અખરોટ ખાવા જોઈએ કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને કેલેરી ઓછી હોય છે.

ડાયાબિટીસમાં અસરકારક
હાલના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસની ચપેટમાં આવેલ લોકો માટે હેલ્થી ડાઈટ બેસ્ટ ઓપ્શન છે. એવામાં એમને તેમની ડાઈટમાં રોજ 2-3 પલાળેલા અખરોટનો સમાવેશ કરવો જોઈએ.

Related posts

બદામ ખાવી શરીર માટે છે ખૂબ સારી પણ લિમિટમાં! જાણો રોજે કેટલી બદામ ખાવી હિતાવહ

Mukhya Samachar

ડાયાબિટિસ રાખવું છે કંટ્રોલમાં? તો રોજ સવારે કરો આ વસ્તુનું સેવન

Mukhya Samachar

હાઈબિપીના દર્દીઓ લાપરવાહી ન કરતા, નહિતર આ અંગ ઉપર આવશે ખરાબ અસર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy