Mukhya Samachar
Entertainment

રોમાંચથી ભરપૂર Black Panther Wakanda Forever નું ટીઝર થયું રીલીઝ

full-of-excitement-black-panther-wakanda-forever-teaser-released
  • Black Panther Wakanda Forever’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે
  • રાયન કુગલર આ સુપરહીરો ફિલ્મના લેખક-દિગ્દર્શક છે
  • ફિલ્મનું ટીઝર ઘણી ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે

જેમની હોલીવુડના લોકો રાહ જોઈ રહ્યા હતા તેમનું ટીઝર આવી ચુક્યું છે. ‘Black Panther Wakanda Forever’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. માર્વેલ કોમિક્સના પાત્ર બ્લેક પેન્થર પર આધારિત આ એક અમેરિકન સુપરહીરો ફિલ્મ છે. આ મુવી 11 નવેમ્બર, 2022 ના રોજ થિયેટરોમાં આવશે. ફિલ્મનું ટીઝર ઘણી ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે.

full-of-excitement-black-panther-wakanda-forever-teaser-released

ટીઝરની શરૂઆતમાં દરિયાનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. એન્જેલા બેસેટ બેસન્ટ સમુદ્રની પ્રશંસા કરતી જોવા મળે છે. પછી એક આલીશાન મહેલ બતાવવામાં આવે છે અને એન્જેલા બેસેટ ખુરશી પર બિરાજમાન છે. ટ્રેલરમાં એક્શન સાથે ઈમોશન પણ ભરપૂર હો

વકાન્ડાવાસી એવો પ્રયાસ કરે છે કે સામ્રાજ્ય માટે નવા માર્ગનો પ્રયાસ કરવો જોઈએ. જણાવી દઈએ કે વકાન્ડા પૂર્વ આફ્રિકાનો એક કાલ્પનિક દેશ છે. ટ્રેલરના અંતે નાયકના પાત્રના સૂટ પર એક આકૃતિ જોવા મળે છે. જો કે, તે ડ્રેસમાં કોણ છે તે સ્પષ્ટ નથી? રાયન કુગલર આ સુપરહીરો ફિલ્મના લેખક-દિગ્દર્શક છે. તેમણે પ્રથમ ‘બ્લેક પેન્થર’નું દિગ્દર્શન કર્યું હતું.

full-of-excitement-black-panther-wakanda-forever-teaser-released

ટ્રેલરમાં એન્જેલા બાસેટની અલગ અંદાજ જોઇ શકાય છે તેનું રાણી રમોન્ડાનું પાત્ર એકદમ ભાવુક છે. જણાવી દઈએ કે રાની રમોંડાનો રોલ એક્ટ્રેસ એન્જેલા બેસેટે કર્યો છે. ટ્રેલરમાં, તે ભાવુક થતી અને લગભગ ચીસો પાડતી જોઇ શકાય છે, “હું વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રની રાણી છું, અને મારો આખો પરિવાર ચાલ્યો ગયો છે. શું આટલું બલિદાન પૂરતું નથી ?’

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નટુકાકા બાદ આ કલકારની થઈ ફરી એન્ટ્રી જાણો કોણ છે આ કલાકાર

Mukhya Samachar

મારવાની ઘમકી મળ્યા બાદ સલમાન ખાને ખરીદી 1.5 કરોડની બુલેટપૂફ કાર

Mukhya Samachar

સાઉથનો સુપરસ્ટાર ધનુષ આ ફિલ્મથી કરશે હોલીવુડમાં ડેબ્યુ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy