Mukhya Samachar
Entertainment

ગંગુબાઈ કાઠિયાવાડી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ જર્મનીમાં યોજાશે

Gangubai Kathiawadi's special screening
  • જર્મનીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવશે
  • આલિયા ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં સામેલ થશે
  • ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે
Gangubai Kathiawadi's special screening
Gangubai Kathiawadi’s special screening will be held in Germany

આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રીમિયર માટે બર્લિન ગઈ છે. સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનેલી તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રેસ્ટિજિયસ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આલિયા તેમાં સામેલ થવા માટે ગઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટ સ્ટારર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને યુએ(UA) સર્ટિફિકેટ આપ્યું છે. બોર્ડે ફિલ્મમાં 4 મોડિફિકેશન કર્યાં છે અને બે સીન ડિલીટ કરાવ્યા છે. ફિલ્મના બે ડાયલોગ્સના શબ્દો પણ રિપ્લેસ કર્યા છે.ફિલ્મમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ લીડ રોલમાં છે.

Gangubai Kathiawadi's special screening
Gangubai Kathiawadi’s special screening will be held in Germany

સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટના ભરપૂર પાવરફૂલ ડાયલોગ છે. આ ડાયલોગ સાંભળતાની સાથે મોઢામાંથી વાહ સરી પડે. લોકપ્રિય ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ સંપૂર્ણપણે સ્ત્રી કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એક મહિલા ડોનની કહાની છે. મહિલા પ્રધાન ફિલ્મની કહાની કાઠિયાવાડના એક સામાન્ય પરિવારની છોકરીની આસપાસ ફરે છે.

Gangubai Kathiawadi's special screening
Gangubai Kathiawadi’s special screening will be held in Germany

લેખક એસ. હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના એક ચેપ્ટર પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. કહેવાય છે કે તેમના પતિએ માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધાં હતાં. ત્યારબાદ તેઓ વેશ્યાવૃત્તિમાં આવી ગયાં હતાં. આ દરમિયાન તેમણે મજબૂર યુવતીઓ માટે ઘણું જ સારું કામ કર્યું હતું.

Related posts

15મી ઓગસ્ટે મોટી જાહેરાત! પ્રભાસ ફુલ બ્લાસ્ટના મૂડમાં છે, આ દિવસે થશે મ્યુઝિકલ ધડાકો

Mukhya Samachar

કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવર ફરીથી ‘ગુત્થી’ના રોલમાં જોવા મળશે? અભિનેતાએ કહ્યું- ‘તમે ફરી પૂછો…’

Mukhya Samachar

બોક્સ ઓફિસ ટેસ્ટમાં આ ફિલ્મ થઇ છે પાસ જયારે : મોટા બજેટની ફિલ્મ થઇ ફ્લોપ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy