Mukhya Samachar
National

ગૌતમ અદાણીએ રચ્યો મોટો ઇતિહાસ! બન્યા બીજા નંબરના દુનિયાના સૌથી અમિર વ્યક્તિ

Gautam Adani created a big history! Became the second richest person in the world

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે. આ યાદીમાં ફ્રાંસના ઊદ્યોગપતિ બર્નાર્ડ આરનોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 149.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે છે.
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 273.5 અબજ ડોલરની સાથે પહેલા નંબરે છે.

Gautam Adani created a big history! Became the second richest person in the world
આજે તેમનું ગ્રુપ કોઈલથી લઈને પોર્ટ્સ, મીડિયા, સીમેન્ટ, એલુમિના, અને ડેટા સેન્ટર સુધીના કારોબારમાં છે. અદાણી ગ્રુપ માર્કેટ કેપ પ્રમાણી દેશનો બીજુ સૌથી મોટું ગ્રુપ બની ગયું છે. આ ગ્રુપ દેશના સૌથી મોટા પ્રાઈવેટ સેક્ટર પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર છે. આ સાથે જ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને કોઈલ માઈનિંગમાં પણ તે પહેલા નંબરે છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર 70અબજ ડોલર રોકાણની પણ જાહેરાત કરી છે.

ઘરેલુ શેરબજારમાં ગુરુવારે નબળાઈ આવી પરંતુ આમ છતાં અદાણી જૂથની કંપનીઓના શેરોમાં ભારે તેજી જોવા મળી. અદાણી ગ્રુપની સાતેય લિસ્ટેડ કંપનીઓના શેરોમાં તેજી આવી. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં સૌથી વધુ 4.97 ટકા તેજી આવી. અદાણી ટ્રાન્સમિશનમાં 3.27 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 2 ટકા, અદાણી પોર્ટ્સમાં 2.21 ટકા, અદાણી પાવરમાં 3.45 ટકા અને અદાણી વિલ્મરમાં 3.03 ટકા તેજી આવી. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ ગુરુવારે અદાણીની નેટવર્થમાં પાંચ અબજ ડોલરનો ઉમેરો થયો. જ્યારે આરનોલ્ટની નેટવર્થમાં 3.1 અબજ ડોલર અને બેજોસની નેટવર્થમાં 2.3 અબજ ડોલરનો ઘટાડો થયો.

Related posts

કાનપુર હિંસાના માસ્ટર માઇન્ડ હયાત ઝફર હાશમી પોલીસ કસ્ટડીમાં

Mukhya Samachar

ટોક્યોમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદી: ભારતીય સમુદાયને લઈને કહી આ વાત

Mukhya Samachar

સેલ્ફીએ લીધો ભોગ! ફોટો પાડવાની લાયમાં શિક્ષકની સાથે વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબતા મળ્યા મોત 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy