Mukhya Samachar
Gujarat

તૈયાર થઈ જાવ! હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ

Head Clerk's exam date announced
  • હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ
  • અગાઉ પેપરલીકના કારણે કરાઈ હતી રદ
  • 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે
Head Clerk's exam date announced
Get ready! Head Clerk’s exam date announced

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. આગાઉ પેપરલીક થવાના કારણે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જોકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેના પછી ઉમેદવારો ફરીથી તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક વર્ગ-3ની જાહેરાત ગયા વર્ષે 20 જાન્યુઆરીએ આવી હતી.

 Head Clerk's exam date announced
Get ready! Head Clerk’s exam date announced

લાંબા સમયની તૈયારી પછી ઉમેદવારો ગયા ડિસેમ્બર મહિનાની 9મી તારીખે ઉમેદવારો પરીક્ષા આપવામા બેઠા હતા. જોકે પેપરલિક થતા પરીક્ષામાં બેસેલા ઉમેદવારોના સપના પર પાણી ફેરવાઇ ગયું હતું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ મામલે સરકારમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેના પછી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. ઉલ્લેખનીય છે કે હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું. જે બાદ હેડ ક્લાર્કની પરીક્ષાની ભરતી રદ્દ થવાની જાહેરાત સરકાર તરફથી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.

Related posts

સૌરાષ્ટ્રની મોટી રાજકોટ દાણાપીઠે બંધ પાળ્યું! કરિયાણા પર 5% GST લાદવાનો વિરોધ

Mukhya Samachar

રીબડામાં રાજભા ગઢવીએ લોકગીતો લલકારતાં લોકોએ પૈસાનો કર્યો વરસાદ! 20 અને 100ની નોટોથી સ્ટેજ ઉભરાયું

Mukhya Samachar

ગુજરાતનો ભાતીગળ એવો તરણેતરના મેળાની મુલાકાત કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy