Mukhya Samachar
Business

થઈ જાવ તૈયાર! એલઆઈસીનો આઈપીઓ માર્ચમાં ખૂલશે

LIC IPO OPEN
  • માર્ચમાં ખૂલશે એલઆઈસીનો આઈપીઓ
  • એલઆઈસી માટે એફડીઆઈ નીતિમાં ફેરફાર કરાશે
  • ઈશ્યૂ સાઈઝના 10 ટકા રકમ પોલિસી હોલ્ડર્સ માટે અનામત
LIC IPO open
Get ready! LIC’s IPO will open in March

દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ આગામી મહિને માર્ચમાં યોજાઈ શકે છે. કેન્દ્ર સરકાર આગામી સપ્તાહે સેબી સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે. ઈશ્યૂનો અમુક હિસ્સો એન્કર ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખશે. દિપમના સચિવ તુહિન કાંતા પાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સને મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. બાદમાં સેબીની મંજૂરી સાથે માર્ચમાં આઈપીઓ આવી શકે છે.

નાણા મંત્રીએ બજેટ 2022-23 સ્પીચમાં એલઆઈસીનો આઈપીઓ ટૂંકસમયમાં યોજાવાની જાહેરાત કરી હતી. સરકાર ઈન્સ્યોરન્સ સેક્ટરની ટોચની કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત આઈપીઓ મારફત અંદાજિત રૂ. 78 હજાર કરોડનું ફંડ એકત્ર કરશે. એલઆઈસીની એમ્બેડેડ વેલ્યૂ નિર્ધારિત કરી ચૂકી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ હેઠળ હાલમાં જ સરકારે એર ઈન્ડિયાના ખાનગીકરણ દ્વારા રૂ. 12 હજાર કરોડ એકત્ર કર્યા હતાં.

LIC IPO OPEN
Get ready! LIC’s IPO will open in March

એલઆઈસીના આઈપીઓમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ડીપીઆઈઆઈટીએ કેન્દ્રીય કેબિનેટને એફડીઆઈ નીતિમાં ફેરફાર કરવા માગ કરી છે. હાલ ઈન્સ્યોરન્સ સેક્ટર માટે 75 ટકા એફડીઆઈને મંજૂરી છે. જો કે, એલઆઈસીને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. વિદેશી રોકાણ માટે તેમાં કોઈ જોગવાઈ નથી. જેથી સરકાર સમક્ષ ટૂંકસમયમાં એફડીઆઈને મંજૂરી આપવા ભલામણ કરાઈ છે. સેબીના નિયમો મુજબ, આઈપીઓ ઓફર અંતર્ગત એફપીઆઈ અને એફડીઆઈને મંજૂરી હોય છે.

Related posts

સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક: જાણો શું છે સરકારની આ યોજના

Mukhya Samachar

મધ્યમ વર્ગનું તેલ નીકળી જશે! ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરતા ભારતમાં તેલના ભાવ ભડકે બળવાના એંધાણ

Mukhya Samachar

દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં ઇ-કોમર્સ કંપનીઓ પર દરોડા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy