Mukhya Samachar
Gujarat

તમારા ધાબળા-જેકેટ તૈયાર રાખજો! આ વખતે ઠંડી 10 દિવસ વહેલી શરૂ થવાની સંભાવના

Get your blanket-jackets ready! This time the cold weather is likely to start 10 days earlier

રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડી ક્યારે શરુ થશે, તેની રાહ જોવાઇ રહી છે. હાલ તો સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતા ગરમી થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન યથાવત રહેશે. જોકે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, નવેમ્બરના પહેલા સપ્તાહથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થશે. 31 ઓક્ટોબરે એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. કાશ્મીર લેહ લદાખ પરથી પસાર થશે. જેના કારણે 4-5 નવેમ્બરથી ગુજરાતમાં હળવી ઠંડી શરૂ થઈ જશે. અત્યારે ગુજરાતમાં 32થી 37 ડીગ્રી સુધી તાપમાન જોવા મળે છે, પરંતુ 5 નવેમ્બરથી તાપમાન 30 ડીગ્રી સુધી આવી જશે. એક સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો થશે. ધીમે-ધીમે ઠંડીની શરૂઆત થઈ જશે. 5 નવેમ્બર બાદ વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થવાની શકયતા છે. કારણે હવાના તમામ પરિબળો સાનુકૂળ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆતના કારણે ગુજરાતમાં શિયાળાની રેગ્યુલર ઠંડીની શરૂઆત થઈ જશે. ઠંડી આ વર્ષે 10 દિવસ વહેલા શરૂ થઈ જવાનું અનુમાન છે.

Get your blanket-jackets ready! This time the cold weather is likely to start 10 days earlier

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવેમ્બર મહિનાની 5મી તારીખ આસપાસ શરૂ થઈ જતા હોય છે. 5થી 20 નવેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ જાય છે. મોડામાં મોડી 20 નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ જાય છે. ચાલુ વર્ષે વહેલી શરૂઆત થઈ જશે. હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30થી 31 ઓક્ટોબરના પસાર થઈ જશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા શિયાળા દરમિયાન ઉત્તર ભારત પરથી પસાર થાય છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને શિયાળા દરમિયાન ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવે છે. ઠંડા અને સુકા પવન આવવાના કારણે તાપમાન ઘટે છે અને ઠંડીનો અનુભવ થાય છે.

શિયાળા દરમિયાન ઉત્તરના ભાગોમાં તાપમાન ઘટે છે અને હવામનું હળવું દબાણ થાય છે. જેના કારણે બરફ વર્ષ થાય છે. ઉત્તર તરફના સીધા પવન ગુજરાત તરફ આવે ત્યારે કડકડતી ઠંડી પડે છે. નવેમ્બરની શરૂઆતથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે. જોકે, 10 દિવસ વહેલા ઠંડીની શરૂઆત થશે.

Related posts

ગુજરાત આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો કર્યો જાહેર!

Mukhya Samachar

પ્રથમ નોરતે પાવાગઢ શક્તિપીઠમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા! ભદ્રકાળી અને અંબાજીમાં પણ ભક્તોનું ધોડાપુર

Mukhya Samachar

વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy