Mukhya Samachar
Gujarat

ગિરનાર પરિક્ર્માની તૈયારીઓ પૂર જોશમાં! ગિરનાર પરિક્રમામાં શું શું સુવિધા હશે, કેવો છે રૂટ, જાણો વિગતે

Girnar Parikrama preparations in full swing! What facilities will there be in Girnar Parikrama, how is the route, know in detail

 

ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે 4 નવેમ્બર ની મધ્યરાત્રીથી પ્રારંભો થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓનું અને પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સહિતના અધિકારીઓએ ઝીણા બાવાની મઢી થી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ રૂટ પર ચાલીને તમામ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. ગિરનાર પરિક્રમાના બાકી અન્ય રૂટ પર મોટર માર્ગે વ્યવસ્થાઓ તપાસી હતી.

ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારથી ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી, નળપાણીની ઘોડી, માળવેલા માળવેલાની ઘોડી, બોરદેવી અને પરિક્રમા પૂર્ણ થાય છે તે ભવનાથના દ્વાર સુધી ઉક્ત અધિકારીઓએ ચાલીને તેમજ મોટર માર્ગે સમગ્ર રૂટનું નિરીક્ષણ અને જરૂરી વ્યવસ્થાઓની તપાસણી કરી હતી અને અંતે પરિક્રમાથીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનાઓ સબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગિરનાર પરિક્રમાર્થીઓ માટે પાણી, વીજળી, આરોગ્ય સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Girnar Parikrama preparations in full swing! What facilities will there be in Girnar Parikrama, how is the route, know in detail

ગિરનાર પરિક્રમાના કુલ 36 કિ.મી.ના રૂટ ઉપર 16 જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારીગણ હાજર રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. મેન-એનિમલ કોનફ્લીક્ટ ટાળવા માટે ટ્રેક્ટર – રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત રહેશે. આ માટે વન વિભાગના અન્ય ડિવિઝનમાંથી પણ સ્ટાફને પરિક્રમામાં ફરજ માટે બોલાવવામાં આવ્યો છે.

આ વન વિસ્તારમાં કચરાનો ઉપદ્રવ ન વધે તે માટે ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે. ઉપરાંત વન્ય સંપદા અને પ્રાણીઓને નુકસાન ન પહોંચે તે માટે પરિક્રમર્થીઓ નિર્ધારિત રૂટ બહાર ન જાય તે પણ એટલું જ આવશ્યક છે. આ સાથે જ કુદરતી જળ સ્ત્રોત દુષિત ન થાય તેની કાળજી લેવા અને પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સાધુ સંતો અને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ :રાજકોટની દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાએ જંગી જીત મેળવી

Mukhya Samachar

ગુજરાત વિધાનસભા ચૂંટણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતેથી મતદાન કર્યું

Mukhya Samachar

રાજકોટના વેપારીનું દક્ષિણ આફ્રિકામાં અપહરણ, આટલા લાખની ખંડણી આપીને છોડાવ્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy