Mukhya Samachar
Business

વૈશ્વિક સોયાતેલ બજાર તૂટયા પછી ઝડપી ઉછળ્યું : જૂનમાં ખાદ્યતેલોના ભાવ ૧૦થી ૧૫ ટકા ઘટવાનો અંદાજ

Global soyoil market rebounds sharply after collapse: Edible oil prices expected to fall by 10-12% in June
  • સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં  ૯૨થી ૯૩ પ્લસમાં પોઈન્ટ
  • મલેશિયાના પામતેલ બજારો કરાશે બંદ
  • સરકાર દ્વારા  રાઈસબ્રાન  તેલની  આયાત જકાતમાં   ઘટાડો  કરવાનો વિચાર

Global soyoil market rebounds sharply after collapse: Edible oil prices expected to fall by 10-12% in June

મુંબઈ તેલીબિંયા બજારમાં આજે વિવિધ દેશી  ખાદ્યતેલોના ભાવમાં  ઉત્પાદક મથકો પાછળ નરમાઈ  આગળ વધી હતી.  જો કે આયાતી ખાદ્યતેલોના  ભાવ આંચકા પચાવી  પ્રત્યાઘાતી ઉંચા બોલાતા થયા હતા.  વિશ્વ બજાર   ઉંચકાઈ હતી. અમેરિકામાં  કૃષી  બજારોમાં  સોયાતેલના ભાવ  આજે પ્રોજેકશનમાં  ૯૨થી ૯૩  પોઈન્ટ પ્લસમાં  રહ્યા હતા.  મલેશિયાના પામતેલ બજારો જોકે બંદ  રહ્યા હતા.  મુંબઈ હાજર બજારમાં  ૧૦ કિલોના ભાવ  સિંગતેલના   ઘટી  રૂ.૧૬૬૦  તથા કપાસિયા તેલના ભાવ  પણ ઘટી  રૂ.૧૬૬૦  રહ્યા હતા.  સૌરાષ્ટ્ર  બાજુ ભાવ  ઘટી સિંગતેલના  રૂ.૧૬૦૦થી  ૧૬૨૫ તથા   ૧૫ કિલોના  રૂ.૨૫૭૦થી  ૨૫૮૦  અને કોટન વોશ્ડના  રૂ.૧૫૯૦ રહ્યાના નિર્દેશો હતા.  મુંબઈ  બજારમાં આયાતી  પામતેલના ભાવ  રૂ.૧૫૫૦ રહ્યા હતા.   નવી માગ  પાંખી હતી. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૧૬૦૦ રહ્યા હતા.મુંબઈ બજારમાં  સોયાતેલના ભાવ  ડિગમના  રૂ.૧૫૭૦ તથા  રિફાઈન્ડના  રૂ.૧૫૮૦ બોલાઈ રહ્યા  હતા. જ્યારે  સનફલાવરના ભાવ  રૂ.૧૮૪૦ તથા રિફાઈન્ડના  રૂ.૧૯૦૦ રહ્યા હતા.   મસ્ટર્ડના ભાવ  રૂ.૧૫૪૦ તથા  રિફાઈન્ડના  રૂ.૧૫૭૦  રહ્યા હતા.

Global soyoil market rebounds sharply after collapse: Edible oil prices expected to fall by 10-12% in June

એરંડા વાયદામાં  આજે વધઘટ સાંકડી  રહી હતી.  હાજર  એરંડાના  ભાવ   કિવ.ના  રૂ.૭૨૨૫ જ્યારે વાયદાના  રૂ.૭૨૮૦  રહ્યા હતા જ્યારે   દિવેલના  હાજર ભાવ  ૧૦ કિલોના  જાતવાર   રૂ.૧૪૬૫થી ૧૪૮૫  બોલાઈ રહ્યા  હતા.મુંદ્રા-હઝીરા  ખાતે  આજે વિવિધ  ડિલીવરીના  ભાવ   સોયાતેલના  રૂ.૧૬૦૦થી ૧૬૧૦  તથા સનફલાવરના  રૂ.૧૯૫૦થી  ૧૯૬૦ રહ્યાના  નિર્દેશો હતા.   સોયાબીનની આવકો  આજે  મધ્ય-પ્રદેશ ખાતે  ૨૦ હજાર ગુણી તથા  ઓલ ઈન્ડિયા  ૭૫  હજાર ગુણી આવી હતી.મસ્ટર્ડની આવકો  આજે રાજસ્તાન બાજુ ૨ લાખ ૨૫ હજાર ગુણી આવી  હતી જ્યારે    ઓલ ઈન્ડિયા   આવકો પાંચ  લાખ ગુણી  આવી હતી. જયપુર ખાતે ભાવ રૂ.૭૪૨૫થી  ૭૪૫૦  રહ્યા હતા.   દેશમાં  ખાદ્યતેલોના  ભાવ મે મહિનામાં ઉંચા મથાળે અથડાતા   રહેશે તથા  ત્યારબાદ  જૂન મહિનામાં  ૧૦થી ૧૫ ટકા   ઘટશે એવી શક્યતા  બજારના જાણકારો  આજે બતાવી રહ્યા હતા.  અમેરિકાના કૃષી  બજારોમાં   ઓવરનાઈટ  ટ્રેડમાં  કોટન,  સોયાબીન, સોયાખોળના ભાવ તૂટયા  હતા જ્યારે   ત્યાં સોયાતેલના ભાવ  ઓવરનાઈટ  વધ્યા પછી આજે  પ્રોજેકશનમાં  ફરી ગબડયાના   નિર્દેશો  હતા. દેશમાં   સરકાર દ્વારા  રાઈસબ્રાન  તેલની  આયાત જકાતમાં   ઘટાડો કરવા  વિચારી રહ્યાની ચર્ચા બજારમાં  સંભળાઈ રહી હતી.

Related posts

માત્ર પાંચ મહિનામાં આઈપીઓ થકી મૂડી એકત્રીકરણ 43 ટકા વધ્યું

Mukhya Samachar

શું બજેટમાં PM કિસાન યોજનાની રકમ વધશે? નિષ્ણાતોએ આ કારણોસર રકમ વધારવાની માંગ કરી

Mukhya Samachar

ભાડા પર ઓફિસ રાખવાની માંગમાં આવ્યો ત્રણ ગણો ઉછાળો! સૌથી વધુ આ શહેરોમાં છે ડિમાન્ડ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy