Mukhya Samachar
National

માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ધ્વજવંદન કરતાં જવાનો

minus temperature flaghost
  • માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ધ્વજવંદન કરતા જવાનો
  • લદ્દાખમાં 15,000 ફૂટની ઉંચાઈ પર ઉજવણી કરાઈ
  • ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ જવાનોએ ગણતંત્ર દિવસ ઉજવ્યો

આજે દેશ ભરમાં ગણતંત્ર દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આખામાં ગણતંત્રની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે બાળકથી લઈ વૃદ્ધ સૌ કોઈ ઉજવણી કરતાં હોય છે. ત્યારે આજના દિવસે વિવિધ રોતે ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતના પોરબંદરમાં યુવાનોના એક ગ્રૂપ દ્વારા દરિયાની વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશની સરહદ પર રક્ષા કરતાં જવાનો પણ પોતાની નોકરીની જગ્યા પર ઉજવણી કરતા હોય છે  ત્યારે ITBPનાં જવાનોએ હિમાચલ પ્રદેશની 16,000 ફિટની ઉંચાઇ પર ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન હિમાચલ પ્રદેશની 16,000 ફિટની ઉંચાઇ પર તાપમાન શૂન્યથી ઘણું નીચુ હતું.

ઇન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફીટની ઉંચાઇ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે આ સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ચારેય બાજુ ફક્ત બરફ છે અને આ પરિસ્થિતિમાં જવાનોનાં હાથમાં તિરંગો છે. તેઓ માર્ચ પાસ્ટ કરી રહ્યાં છે. આ ઉજવણી જોઈને તમને પણ જુસ્સો આવી જશે. હિમાચલ પ્રદેશની 16,000 ફિટની ઉંચાઇ પર જવાનો દેશની રક્ષા કરવા માટે મહિનાઓ સુધી ત્યાજ ઠંડીમાં રહેતા હોય છે.ત્યારે આજે ગણતંત્ર દિવસની 16000 ફૂટની ઊચાઇ પર ઉજવણી કરવામાં આવી હતી. સૈનિકોએ ધ્વજવંદન કરી ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.

Related posts

CISFની ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરને મળશે 10 ટકા અનામત, વય મર્યાદામાં છૂટછાટ જાહેર

Mukhya Samachar

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Mukhya Samachar

બંગાળની ખાડીમાં પહોચતા નબળુ પડશે વાવાઝોડું: છતાં ભારે પવન અને વરસાદ પડશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy