Mukhya Samachar
National

દેશના ખેડૂતો માટે સારા સમાચાર ! મોદી સરકાર વધારાશે ખાતર પર સબસીડી: કેબિનેટમાં મળી મંજૂરી

Good news for the country's farmers! Modi govt to increase fertilizer subsidy: Cabinet approves
  • દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર
  • ખાતર પર સબ્સિડી વધારશે સરકાર
  • ખેડૂતો પર બોઝ આપવા નથી માગતી સરકાર

Good news for the country's farmers! Modi govt to increase fertilizer subsidy: Cabinet approves

દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબસીડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર  સબસીડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવાનું રાજકીય રિસ્ક લેવા માગતી નથી.

Good news for the country's farmers! Modi govt to increase fertilizer subsidy: Cabinet approves

સરકારનો પ્રયત્ન છે કે, રો મટિરિયલના રેટમાં વધારાનો બોઝ ખેડૂતો પર ન પડે. એટલા માટે  સબસીડીનો વધુ ભાર ઉઠાવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે, રશિયા યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરનું રો મટિરિયલના ભાવમાં વધારો આવ્યો છે. કારણ કે, ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરની સપ્લાઈને પ્રભાવિત કરે છે. ખાતર કંપનીઓના જણાવ્યા અનુસાર રો મટિરિયલ ખૂબ જ મોંઘુ થઈ ગયું છે. કેનેડા, ચાઈના, જોર્ડન, મલેશિયા, ઈંડોનેશિયા અને અમેરિકાથી ખાતરનું રો મટિરિયલ આવે છે. છેલ્લા કેટલાય વર્ષોમાં ખાતર  સબસીડી 80 કરોડની આસપાસ હોય છે. પણ રો મટિરિયલના ભાવ વધવાના કારણે ડીએપીના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે.

Good news for the country's farmers! Modi govt to increase fertilizer subsidy: Cabinet approves

એટલા માટે સરકારે ભારે  સબસીડી આપીને ખેડૂતોને રાહત આપી હતી, પણ 2020-21માં ખાતર સબ્સિડી 1.28 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ફરી રો મટિરિયલના ભાવમાં ઉછાળો આવ્યો, તો પણ સરકારે નિર્ણય કર્યો કે, તેની અસર ખેડૂતો પર ન પડે. આવી રીતે 2021-22માં તે વધારે થઈ ગયું . કહેવાય છે કે, આ વખતે  સબસીડી 1.4 થી 1.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલના દિવસોમાં રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું હતું કે, સરકારનો પ્રયત્ન છે કે, ખેડૂતોને યુરિયા સહિત અલગ અલગ ખાતર યોગ્ય માત્રામાં અને યોગ્ય ભાવ પર મળી રહે. તેના માટે  સબસીડીનો આખો ભાર ઉઠાવી રહી છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, કેટલાય દેશોમાં યુરિયાની કિંમત લગભગ ચાર હજાર રૂપિયા પ્રતિ બોરી છે. જ્યારે ઈંડિયામાં તેના ભાવ 266 રૂપિયા છે. આવી રીતે સરકાર પ્રત્યેક બોરી દીઠ 2650 રૂપિયાની આપી રહી છે. 

 

Related posts

‘મહાકાલની હાજરીમાં શિવરાજની કેબિનેટ’! ભગવાન શિવની હાજરીમાં કેબિનેટ બેઠક યોજાઈ

Mukhya Samachar

ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટનાઓમાં 11 લોકોના મોત!

Mukhya Samachar

નાગરિકોને રાહત! બ્રેડ અને બિસ્કીટના ભાવ નહીં વધે: સરકારનો મોટો નિર્ણય

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy