Mukhya Samachar
Gujarat

સારા સમાચાર! પામ તેલના ભાવ ઘટ્યા; જાણો આજનો શું છે ભાવ?

Good news! Palm oil prices fell; Know what is today's price?

ઓગસ્ટમા ઊપર ગયેલા તેલના ભાવ હવે ફરી નીચે આવી રહ્યાં છે. બે દિવસ પહેલા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં ભાવ ઘટાડા બાદ ફરી એકવાર ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે શુક્રવારે રાજકોટમાં પામતેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ પામતેલનો ડબ્બો 1690 રૂપિયાએ પહોંચ્યો છે.

Good news! Palm oil prices fell; Know what is today's price?

છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે અને પામ તેલના માંગમાં ઘટાડો થતાં પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટના તજજ્ઞો કહે છે કે, આગામી દિવસોમાં પણ પામ તેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે.

 

તો માર્કેટમાં મોંઘવારીનો કકળાટ બાદ છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર જોવા મળ્યા છે. બે દિવસ પહેલા ખાદ્યતેલમાં રૂ. 15 થી 20નો ઘટાડો નોંધાયો હતો. સિંગતેલમાં રૂ. 15, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં રૂ. 20-20 નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ ઘટાડો થવાની વેપારીઓને આશા છે. જો ભાવ ઘટશે તો લોકોનો વપરાશ પણ વધશે. હાલ ભાવ વધારાને કારણે લોકો તેલ ખરીદી પર પણ કાપ મૂકી રહ્યાં છે.

Related posts

“જય જગન્નાથના જય ઘોષ સાથે ભગવાન જગન્નાથની શાહી નગરયાત્રાનું પ્રસ્થાન! ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

Mukhya Samachar

વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલી

Mukhya Samachar

ગુજરાતના ખેડૂતો કરશે ક્રાંતિ : ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy