Mukhya Samachar
Gujarat

સારા સમાચાર: ગુજરાતમાં કોરોના કેસોમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો

gujrat corona case reduction
  • ગુજરાતમાં કોરોના કેસમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો
  • કોરોના રિકવરી રેટમાં આવ્યો વધારો
  • દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂર નહિવત જોવા મળી

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ ગુજરાતમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 13,950 કોરોનાના કેસ નોંધાયા છે. હજારો કેસો નોંધવા છતાં આ વખતે હોસ્પિટલાઈઝેશનની જરૂર નહિવત જોવા મળી છે. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદની ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં માત્ર 9 ટકા એટલે 274 દર્દીઓ જ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 3165 બેડમાંથી 2891 બેડ ખાલી છે. ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં 24 દર્દીઓ ICU વિથ વેન્ટિલેટર પર, 35 દર્દીઓ ICU વિથઆઉટ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. 99 દર્દીઓ HDU બેડ પર તો 116 દર્દીઓ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

આ વખતે હજારો કેસો આવવા છતાં અગાઉ જેટલા બેડની સારવાર માટે જરૂર નથી પડી. સારવારની જરૂર પડી એવા મહત્તમ દર્દીઓએ કોરોના વેકસીનનો એકપણ ડોઝ ના લીધો હોય અથવા એક જ ડોઝ લીધો હોય એવા નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરીએ 5325, 27 જાન્યુઆરીએ 4501 અને 28 જાન્યુઆરીએ 4124 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જે ઘટાડા તરફ જઈ રહ્યા છે તેવુ કહી શકાય. આ તરફ, અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો યથાવત છે. માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર પણ કાબુમાં છે.

AMC દ્વારા આજે નવા 14 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા  છે, અને અગાઉના 36 વિસ્તાર રદ્દ કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 114 પર પહોંચી છે.  ગુજરાતમાં કોરોના વાયરસના નવા 12 હજાર 131 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 30 દર્દીઓનાં મૃત્યુ થયા છે. અમદાવાદમાં 4124, વડોદરામાં 2517, રાજકોટમાં 1213 અને સુરતમાં 1071 નવા કેસ નોંધાયા છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. 8 મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત છે. 4 ફેબ્રુઆરી સુધી 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. કરફ્યૂ રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. હોટલ-રેસ્ટોરન્ટમાં 24 કલાક હોમ ડિલિવરી કાર્યરત રહેશે.

Related posts

ફરસાણ ખાતા પહેલા ચેતજો! રાજકોટમાં ખાણીપીણીના 8 ધંધાર્થીને લાઇસન્સ અંગે નોટિસ

Mukhya Samachar

વડાપ્રધાન મોદીએ ગુજરાતને IN-SPACe સેન્ટરની આપી ભેટ!

Mukhya Samachar

યુવકનો પેટ્રોલપંપ પર આત્મ વિલોપનનો પ્રયાસ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy